Vadodara Election Result 2024: વડોદરા બેઠક પર ડૉ. હેમાંગ જોશીની જીત, કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને 5.82 લાખની લીડથી હરાવ્યા

Vadodara Election Result 2024 Live: વડોદરા લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. આ બેઠક મત ગણતરી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 02:17 PM (IST)Updated: Tue 04 Jun 2024 07:04 PM (IST)
vadodara-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-latest-news-in-gujarati-live-blog-339730

Vadodara Lok Sabha Election Result 2024 Live Updates (વડોદરા લોકસભા બેઠક પરિણામ): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. વડોદરા લોકસભા બેઠકમાં ભાજપે ડો. હેમાંગ જોશીને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે જસપાલ પઢિયારને ટિકિટ આપી છે. આ બેઠક પર પહેલા ભાજપે રંજનબેન ભટ્ટને રિપિટ કર્યા હતા. જોકે વિરોધ જોવા મળતા ઉમેદવાર બદલવામાં આવ્યા હતા. આ બેઠક પર આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. આમ છતાં આ વખતે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ફરી એક વખત ચૂંટાઇને આવ્યા છે.

LIVE UPDATES:

  • અત્યાર સુધીમાં વડોદરા લોકસભા બેઠક પર NOTAને 18,388 મત મળ્યા
  • કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર 5,68,008 મતથી પાછળ
  • ભાજપ ઉમેદવાર ડૉ. હેમાંગ જોશી 2,57,812 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર 2.57 લાખથી વધુ મતથી આગળ
  • કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર 2,05,898 મતથી પાછળ
  • ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી 1, 33,203 મતથી આગળ
  • બીજા રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર ડો. હેમાંગ જોશી 61,698 મતથી આગળ
  • હેમાંગ જોશી 46,039 મતથી આગળ
  • હેમાંગ જોશી 22, 900 મતથી આગળ
  • હેમાંગ જોશી 16,721 મતથી આગળ
  • ભાજપના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશી 12 હજાર મતથી આગળ
  • ભાજપના ડૉ. હેમાંગ જોશી 7022 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર ડૉ. હેમાંગ જોશી આગળ
  • વડોદરા લોકસભા બેઠકની મતગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ
    વડોદરા સંસદીય મત વિભાગમાં કુલ સાત વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે. લોકસભા બેઠક માટે 9,95,083 પુરૂષ અને 9,54,260 સ્ત્રી અને અન્ય 230 સહિત કુલ 19,49,573 મતદારો નોંધાયા હતા. જે પૈકી 6,38,902 પુરુષ; 5,61,804 મહિલા અને 62 અન્ય સહિત કુલ 12,00,768 મતદારોએ મતદાન કર્યું હતું. પુરૂષ મતદારોના મતદાનની ટકાવારી 64.21, મહિલા મતદારોના મતદાનની ટકાવારી 58.87 અને અન્ય મતદારોના મતદાનની ટકાવારી 26.96 સહિત કુલ 61.59 ટકા મતદાન નોંધાયું હતું.

કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા પર નજર કરીએ તો, વાઘોડીયા વિધાનસભા પેટા ચૂંટણી તથા લોકસભા, વડોદરા શહેર અને સાવલીની બીજા માળે; સયાજીગંજ, અકોટા અને રાવપુરાની પ્રથમ માળે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર માંજલપુર વિધાનસભા મત વિભાગના મતોની ગણતરી કરવામાં આવશે. કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ માટે એજન્ટ અને સ્ટાફ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પાર્ટીઉમેદવારનું નામકેટલા મત મળ્યા?
ભાજપડો.હેમાંગ જોશી8,73,189
કોંગ્રેસજશપાલસિંહ પઢીયાર2,91,063

2024ની ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પર કેટલું થયું મતદાન
ગુજરાત લોકસભાની ચૂંટણી 2024માં વડોદરા લોકસભા બેઠક પર 61.59 % મતદાન થયું છે. જેમાં સાવલી વિધાનસભા ક્ષેત્રમાં 65.39 %, વાઘોડિયામાં 70.29 %, વડોદરામાં 59.76 %, સયાજીગંજમાં 59.16 %, અકોટામાં 60.3 %, રાવપુરામાં 57.95 %, માંજલપુરમાં 60.47 % મતદાન થયું છે.

2019માં શું હતી સ્થિતિ
2019ની ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પર 67.87 % મતદાન થયું હતું. જેમાં સાવલી વિધાનસભા ક્ષેત્રમાં 69.6 %, વાઘોડિયામાં 73.07 %, વડોદરામાં 67.47 %, સયાજીગંજ 66.33 %, અકોટામાં 66.95 %, રાવપુરામાં 64.93 % અને માંજલપુરમાં 68.09 % મતદાન થયું હતું. ભાજપે આ ચૂંટણીમાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પ્રશાંત પટેલને મેદાને ઉતાર્યા હતા. રંજનબેન ભટ્ટને 883719 મત મળ્યા હતા. પ્રશાંત પટેલને 294542 મત મળ્યા હતા. રંજનબેન ભટ્ટનો 589177 મતના માર્જીનથી વિજય થયો હતો.

લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી