સુરેન્દ્રનગર ચૂંટણી પરિણામ 2024 LIVE: ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાની 2,61,617 મતથી જીત, જાણો કોને કેટલા મત મળ્યા

Surendranagar Election Result 2024 Live: સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. આ બેઠક મત ગણતરી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 07:27 PM (IST)Updated: Tue 04 Jun 2024 07:27 PM (IST)
surendranagar-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-latest-news-in-gujarati-live-blog-339611

Surendranagar Lok Sabha Election Result 2024 Live Updates (સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરિણામ): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુ શિહોરાએ 2,61,617 મતથી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની હાર થઈ છે.

Surendranagar Lok Sabha Result 2024 Live Updates:

  • ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાની 2,61,617 મતથી જીત
  • ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા 260497 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા 187153 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા 122681 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા 88602 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા 74983 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા 4702 મતથી આગળ
  • કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા આગળ

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પાર્ટીઉમેદવારનું નામકેટલા મત મળ્યા?
ભાજપચંદુ શિહોરા669749 
કોંગ્રેસઋત્વિક મકવાણા408132 

સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

  • પોસ્ટલ બેલેટની મતગણતરીની સાથે સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઈ.વી.એમ.માં પડેલા કુલ 10,00,194 મતોની થશે મતગણતરી
  • કુલ 156 રાઉન્ડમાં થશે સાત વિધાનસભા બેઠકોની મતગણતરી, સમગ્ર પ્રક્રિયાનું થશે સી.સી.ટી.વી. થકી મોનીટરીંગ
  • મતગણતરીના રાઉન્ડવાર પરિણામોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચના TRENDS SOFTWAREની મદદથી કરવામાં આવશે.

2024માં સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કેટલું થયું છે મતદાન
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 2024ની લોકસભા ચૂંટણી માટે થયેલા મતદાન અંગે જાણીએ તો આ બેઠક પર 55.09 % મતદાન થયું છે. જેમાં વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં 56.41 %, ધંધુકામાં 50.88 %, દસાડામાં 57.5 %, લીંબડીમાં 53.2 %, વઢવાણમાં 54.57 %, ચોટીલામાં 57.49 % અને ધ્રાંગધ્રામાં 55.49 % મતદાન થયું છે.

2019માં શું હતી સ્થિતિ
2019ની ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર 57.86 % મતદાન થયું હતું. જેમાં વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં 59.43 %, ધંધુકામાં 54.42 %, દસાડામાં 58.95 %, લીંબડીમાં 55.04 %, વઢવાણમાં 57.66 %, ચોટીલામાં 58 % અને ધ્રાંગધ્રામાં 61.15 % મતદાન થયું હતું. ભાજપે આ ચૂંટણીમાં ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે સોમાભાઈ પટેલ કોળીને ટિકિટ આપી હતી. જેમાં મહેન્દ્ર મુંજપરાને 631844 મત મળ્યા હતા. જ્યારે સોમાભાઈ પટેલને 354407 મત મળ્યા હતા. મહેન્દ્ર મુંજપરાનો 277437 મતના માર્જીનથી વિજય થયો હતો.

લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી