Chhota Udepur Lok Sabha Election Result 2024 Live Updates (છોટા ઉદેપુર લોકસભા બેઠક): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આ વખતે ભાજપે જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સુખરામ રાઠવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, ત્યારે છોટા ઉદેપુરની જનતાએ ફરી એકવાર ભાજપના ઉમેદવાર પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો.
પાર્ટી
ઉમેદવારનું નામ
કેટલા મત મળ્યા?
ભાજપ
જશુભાઈ રાઠવા
7,96,589
કોંગ્રેસ
સુખરામ રાઠવા
3,97,812
આ બેઠક પર અત્યાર સુધી NOTAને 29,655 મત મળ્યા
ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા 3,75,232 મતથી આગળ
કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા 3.13 લાખ મતથી પાછળ
બીજા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર જશુભાઈ 1,22,599 મતથી આગળ
જશુભાઈ રાઠવા 66,662 મતથી આગળ
ભાજપના જશુભાઈ રાઠવા 48,895 મતથી આગળ
જશુભાઈ રાઠવા 14000 મતથી આગળ
ભાજપના જશુભાઈ રાઠવા 5886 મતથી આગળ
2024ની ચૂંટણીમાં છોટા ઉદેપુર લોકસભા બેઠક પર કેટલું થયું મતદાન ગુજરાત લોકસભાની ચૂંટણી 2024માં છોટા છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 69.15 % મતદાન થયું છે. જેમાં હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં 68.7 %, છોટા ઉદેપુરમાં 66.87 %, જેતપુરમાં 67.45 %, સંખેડામાં 71.01 %, ડભોઇમાં 67.84 %, પાદરામાં 69.19 % અને નાંદોદમાં 73.44 % મતદાન થયું છે.
ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?
2019માં શું હતી સ્થિતિ 2019ની લોકસભાની ચૂંટણીમાં છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 73.44 % મતદાન થયું હતું. જેમાં હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં 73.13 %, છોટા ઉદેપુરમાં 70.78 %, જેતપુરમાં 71.25 %, સંખેડામાં 73.96 %, ડભોઇમાં 74.56 %, પાદરામાં 75.02 % અને નાંદોદમાં 76.02 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે ગીતાબેન રાઠવાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે રણજીતસિંહ રાઠવાને મેદાને ઉતાર્યા હતા. ગીતાબેન રાઠવાને 764445 મત મળ્યા હતા. તો રણજીતસિંહ રાઠવાને 386502 મત મળ્યા હતા. ગીતાબેન રાઠવાનો 377943 મતના માર્જીનથી વિજય થયો હતો.