Dahod Lok Sabha Election Result 2024 LIVE Updates (દાહોદ લોકસભા બેઠક): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. દાહોદ લોકસભા બેઠક પર ભાજપે જશવંતસિંહ ભાભોરને ફરી એકવખત ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે પ્રભાબેન તાવિયાડને તેમને ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યા છે. ત્યારે દાહોદની જનતાએ જશવંતસિંહ ભાભોર પર ફરી વિશ્વાસ મુક્યો છે.
2024માં દાહોદ લોકસભા બેઠકમાં કેટલું થયું મતદાન ગુજરાત લોકસભાની ચૂંટણી 2024માં દાહોદ લોકસભા બેઠક પર 59.31 % મતદાન થયું છે. જેમાં સંતરામપુર વિધાનસભા ક્ષેત્રમાં 57.06 %, ફતેપુરામાં 52.99 %, ઝાલોદમાં 54.33 %, લીમખેડામાં 68.63 %, દાહોદમાં 60.65 %, ગરબાડામાં 58.15 % અને દેવગઢ બારિયામાં 64.51 % મતદાન થયું છે.
2019ની શું છે સ્થિતિ 2019ની લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠક પર 66.18 % મતદાન થયું હતું. જેમાં સંતરામપુર વિધાનસભા ક્ષેત્રમાં 61.95 %, ફતેપુરામાં 62.19 %, ઝાલોદમાં 65.05 %, લીમખેડામાં 72.39 %, દાહોદમાં 67.64 %, ગરબાડામાં 66.18 % અને દેવગઢ બારિયામાં 68.26 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોરને ટિકિટ આપી હતી. જેમની સામે કોંગ્રેસે બાબુભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા. જશવંતસિંહ ભાભોરને 561760 મત મળ્યા હતા. બાબુભાઈ કટારાને 434164 મત મળ્યા હતા. જશવંતસિંહ ભાભોરનો 127596 મતના માર્જીનથી વિજય થયો હતો.