Kheda Election Result 2024: ખેડા લોકસભા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણની 357758 મતથી જીત, કોંગ્રેસના કાળુસિંહ ડાભીની હાર

Kheda Election Result 2024 Live: ખેડા લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. આ બેઠક મત ગણતરી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 07:03 PM (IST)Updated: Tue 04 Jun 2024 07:03 PM (IST)
kheda-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-latest-news-in-gujarati-live-blog-339668

Kheda Lok Sabha Election Result 2024 Live Updates (ખેડા લોકસભા બેઠક પરિણામ): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ખેડા લોકસભા બેઠક પર ભાજપે દેવુસિંહ ચૌહાણને રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે કાળુસિંહ ડાભીને ટિકિટ આપી છે. ખેડા લોકસભા બેઠક પર પણ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો હતો. ખેડાની જનતાએ દેવુસિંહને વધુ એક તક આપી છે અને તેમની 357758 મતથી જીત થઈ છે. તો કાળુસિંહ ડાભીની હાર થઈ છે.

પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી શરૂ પૂરી ગઈ છે. અત્યારે EVM ખુલ્યા બાદ ભાજપના દેવુસિંહ ચૌહાણ 357758 મતથી આગળ ચાલી રહ્યા છે.

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પક્ષઉમેદવારનું નામકેટલા મત મળ્યા
ભાજપદેવુસિંહ ચૌહાણ744435 (+ 357758)
કોંગ્રેસકાળુસિંહ ડાભી386677 ( -357758)

કાઉન્ટીંગ હોલમાં પ્રવેશ માટે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ECI)ની સૂચના મુજબ થ્રી લેયર્સ સીક્યુરીટી રાખવામાં આવી છે. મીડિયા પ્રતિનિધી માટે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં કેબલ કનેક્શન તથા ચેનલ અને ઇન્ટરનેટ કેનેક્ટિવિટી સાથે 3 ટી.વી. મુકવામાં આવેલ છે.

2024માં ખેડા લોકસભા બેઠક પર કેટલું થયું મતદાન
ગુજરાત લોકસભાની ચૂંટણી 2024માં ખેડા લોકસભા બેઠક પર 58.12 % મતદાન થયું છે. જેમાં દસક્રોઇ વિધાનસભા ક્ષેત્રમાં 58.79 %, ધોળકામાં 59.36 %, માતરમાં 60.75 %, નડિયાદમાં 54.81 %, મહેમદાવાદમાં 59.06 %, મહુધામાં 56.64 % અને કપડવંજમાં 57.41 % મતદાન થયું છે.

2019માં શું હતી સ્થિતિ
2019ની ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર 60.67 % મતદાન થયું હતું. જેમાં દસક્રોઇ વિધાનસભા ક્ષેત્રમાં 64.04 %, ધોળકામાં 63.46 %, માતરમાં 62.93 %, નડિયાદમાં 59.17 %, મહેમદાવાદમાં 61.4 %, મહુધામાં 52.92 % અને કપડવંજમાં 59.51 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. જેમની સામે કોંગ્રેસમાંથી બિમલ શાહ મેદાનમાં હતા. દેવુસિંહ ચૌહાણને 714572 મત મળ્યા હતા. જ્યારે બિમલ શાહને 347427 મત મળ્યા હતા. દેવુસિંહ ચૌહાણનો 367145 મતના માર્જીનથી વિજય થયો હતો.

લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી