Valsad Lok Sabha Election Result 2024 Live Updates (વલસાડ લોકસભા બેઠક ચૂંટણી પરિણામ): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. વલસાડ લોકસભા બેઠક પર આ વખતે ભાજપે ઉમેદવાર બદલ્યા છે અને ધવલ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ઉભા રાખ્યા છે. પાર-તાપી પ્રોજેક્ટનો વિરોધ કરીને વલસાડમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં અનંત પટેલને સારું સમર્થન મળ્યું હતું. જો કે આ સમર્થન વોટમાં ફેરવાયું નથી અને ભાજપ ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.
વલસાડ લોકસભા બેઠક પર મત ગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ વલસાડ લોકસભા બેઠક પર કાઉન્ટિંગમાં માઈક્રો ઓર્બ્ઝવર, સુપરવાઈઝર અને મદદનીશ સુપરવાઈઝર મળી 357 અધિકારીઓ મત ગણતરી કરશે. જ્યારે પોસ્ટલ બેલેટના કુલ 10,243 મતોની ગણતરી 25 માઈક્રો ઓર્બ્ઝવર, 25 સુપરવાઈઝર અને 50 આસિસ્ટન્ટ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવશે. સમગ્ર મત ગણતરી પ્રક્રિયા દરમિયાન કુલ ૨ હજારથી વધુનો સ્ટાફ પોતાની ફરજ બજાવશે. જાહેર જનતા પણ મત ગણતરીનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે કોલેજ કેમ્પસમાં સંસ્કાર કેન્દ્ર ખાતે એલઈડી ટીવી અને મંડપ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?
સમગ્ર મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે એ માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ, 415 પોલીસ કર્મીઓ, 150 હોમગાર્ડ, 24 CISF અને 21 SRP જવાન મળી કુલ 666 જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
2024ની ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક પર કેટલું થયું મતદાન ગુજરાત લોકસભાની ચૂંટણી 2024માં વલસાડ લોકસભા બેઠક પર 72.71 % મતદાન થયું છે. જેમાં ડાંગ વિધાનસભા ક્ષેત્રમાં 78.79 %, વાંસદામાં 74.6 %, ધરમપુરમાં 78.35 %, વલસાડમાં 69.29 %, પારડીમાં 65.59 %, કપરાડામાં 79.54 % અને ઉમરગામમાં 65.12 % મતદાન થયું છે.
2019ની શું હતી સ્થિતિ 2019ની લોકસભાની ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક પર 75.22 % મતદાન થયું હતું. જેમાં ડાંગ વિધાનસભા ક્ષેત્રમાં 81.23 %, વાંસદામાં 77.01 %, ધરમપુરમાં 78.96 %, વલસાડમાં 70.63 %, પારડીમાં 70.56 %, કપરાડામાં 83.19 % અને ઉમરગામમાં 66.78 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે ડો. કે.સી. પટેલને ટિકિટ આપી હતી. જેમની સામે કોંગ્રેસે જીતુભાઈ ચૌધરીને મેદાને ઉતાર્યા હતા. કે.સી. પટેલને 771980 મત મળ્યા હતા. જ્યારે જીતુભાઈ ચૌધરીને 418183 મત મળ્યા હતા. કે.સી.પટેલનો 353797 મતના માર્જીનથી વિજય થયો હતો.