Exclusive: જન્માષ્ટમીએ સોના-ચાંદીના તારમાંથી તૈયાર થયા દ્વારકાધીશજીના ચાગદાર વાઘા, પૂજારીએ જણાવી A to Z વિગત

આજે દ્વારકામાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાન દ્વારકાધીશજીને પહેરાવેલા વિશેષ વાઘા અને આભૂષણ વિશે દિપકભાઈ પૂજારીએ માહિતી આપી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 16 Aug 2025 11:48 AM (IST)Updated: Sat 16 Aug 2025 11:49 AM (IST)
janmashtami-special-dwarkadhishjis-chagdar-wagha-was-made-from-gold-and-silver-wire-the-priest-told-a-to-z-details-586326
HIGHLIGHTS
  • ભગવાન દ્વારકાધીશને ગુજરાતમાં તૈયાર કરાયેલાં વિશેષ વાઘા પહેરાવાયા છે.
  • આ સાથે દ્વારકાધીશજીને વિશેષ પાટીહાર પણ પહેરાવાયો છે.

કિશન પ્રજાપતિ, દ્વારકાઃ આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે દ્વારકામાં વિરાજિત ભગવાન દ્વારકાધીશને ગુજરાતમાં તૈયાર કરાયેલાં વિશેષ વાઘા પહેરાવાયા છે. આ સાથે દ્વારકાધીશજીને વિશેષ પાટીહાર પણ પહેરાવાયો છે. ત્યારે ગુજરાતી જાગરણ આપને ભગવાન દ્વારકાધીશના બંને વાઘા અને પાટીહારની એક્સક્લુઝિવ મેકિંગ પ્રોસેસ બતાવી રહ્યું છે.