Bharuch Lok Sabha Election Result 2024 Live Updates (ભરૂચ લોકસભા બેઠક): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે ફરી મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. જ્યારે તેમને પડકાર ફેંકવા માટે ઇન્ડી ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર જોરદાર રસાકસી ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળી હતી. જો કે જનતાએ સતત સાતમી વખત મનસુખ વસાવા પણ પસંદગીનો કળશ ઢોળ્યો છે.
2024ની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર કેટલું થયું મતદાન ગુજરાત લોકસભાની ચૂંટણી 2024માં ભરૂચ લોકસભા બેઠક પર 69.16 % મતદાન થયું છે. જેમાં કરજણ વિધાનસભા ક્ષેત્રમાં 67.04 %, ડેડિયાપાડામાં 83.94 %, જંબુસરમાં 65.42 %, વાગરામાં 67.52 %, ઝગડિયામાં 77.36 %, ભરૂચમાં 60.43 % અને અંકલેશ્વરમાં 64.74 % મતદાન થયું છે.
ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?
2019માં શું હતી સ્થિતિ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર 73.24 % મતદાન થયું હતું. જેમાં કરજણ વિધાનસભા ક્ષેત્રમાં 73.52 %, ડેડિયાપાડામાં 85.01 %, જંબુસરમાં 68.38 %, વાગરામાં 72.6 %, ઝગડિયામાં 80.12 %, ભરૂચમાં 66.05 % અને અંકલેશ્વરમાં 69.07 % મતદાન થયું હતું. ભાજપે આ ચૂંટણીમાં મનસુખ વસાવાને રિપિટ કર્યા હતા. તેમની સામે કોંગ્રેસમાંથી શેરખાન પઠાણને ટિકિટ આપવામાં આવી હતી. મનસુખ વસાવાને 637795 મત મળ્યા હતા. જ્યારે શેરખાન પઠાણને 303581 મત મળ્યા હતા. મનસુખ વસાવાનો 334214 મતના માર્જીનથી વિજય થયો હતો.