LIVE BLOG

Lok Sabha Election Results 2024 Live Updates: 'તમે બે ડગલાં ચાલશો તો મોદી ચાર ડગલાં ચાલશે', વડાપ્રધાને પોતાના સંબોધનમાં કાર્યકર્તાઓ અને દેશવાસીઓને આપ્યો વાયદો

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 04 Jun 2024 03:16 AM (IST)Updated: Tue 04 Jun 2024 08:55 PM (IST)
lok-sabha-election-results-2024-live-updates-vote-counting-voting-percentage-pm-modi-rahul-gandhi-congress-bjp-aap-nda-election-commission-of-india-latest-news-in-gujarati-live-blog-339875

Lok Sabha Election Results 2024 Live News & Updates in Gujarati: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીના વલણમાં NDAને બહુમતી મળી છે. તો I.N.D.I.A. 233 સીટ પર આગળ ચાલી રહી છે.

એક્ઝિટ પોલ્સમાં ફરી મોદી સરકારની વાપસીનું અનુમાન કરાયું હતું. લોકસભા ચૂંટણીના પરિણામની ક્ષણે-ક્ષણની જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો.

4-Jun-2024, 08:55:00 PMઆ 140 કરોડ ભારતીયોની જીતઃ વડાપ્રધાન મોી

વડાપ્રધાન મોદીએ ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાને સંબોધિત કરતા કહ્યું કે, આ ભારતના બંધારણ પર અતૂટ નિષ્ઠાની જીત છે. આ 140 કરોડ ભારતીયોની જીત છે. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપીશ. ચૂંટણી પંચે દુનિયાની સૌથી મોટી ચૂંટણી આટલી કુશળતાથી સંપન્ન કરાવી.

4-Jun-2024, 08:52:00 PMPM મોદીએ કહ્યું- અમે તમામ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરીએ છીએ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મોટો મંગળ છે અને આ પાવન દિવસે NDAની ત્રીજી વખત સરકાર બનશે તે નિશ્ચિત છે. અમે તમામ જનતા જનાર્દનના આભારી છીએ. આજની આ જીત દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે.

4-Jun-2024, 08:48:00 PMસરકાર બનશે તે નિશ્ચિતઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદી ભાજપ મુખ્યાલયમાં ઉપસ્થિત છે. વડાપ્રધાન પાર્ટી કાર્યકર્તાઓની સાથે દેશને સંબોધિત કરી રહ્યાં છે. વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું કે, સરકાર બનશે તે નિશ્ચિત છે.

4-Jun-2024, 08:32:00 PMહવે દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને હશેઃ જેપી નડ્ડા

વડાપ્રધાન મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યાં છે. હવે દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પર હશે.

4-Jun-2024, 08:28:00 PMજેપી નડ્ડા કાર્યકર્તાને સંબોધિત કર્યા

નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં લોકસભા ચૂંટણી 2024નો વિજય ઉત્સવ ઉજવાયો. વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, અમિત શાહની સાથે ભાજપ ઓફિસમાં ઉપસ્થિત રહ્યાં. જ્યાં જેપી નડ્ડાએ કાર્યકર્તાને સંબોધિત કર્યું.

4-Jun-2024, 08:05:00 PMપાર્ટીની જીત બાદ ભાજપ સમર્થક પહોંચ્યા પાર્ટી હેડક્વાર્ટર

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પછી ભાજપ સમર્થક અને પાર્ટી કાર્યકર્તા દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં એકત્ર થયા.

4-Jun-2024, 07:12:00 PMપરિણામ બાદ વડાપ્રધાનની પ્રથમ પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતાં કહ્યું કે દેશની જનતા-જનાર્દને NDA પર ત્રીજી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ ક્ષણ છે. હું આ સ્નેહ અને આશીર્વાદ માટે મારા પરિવારજનોને નમન કરું છું. હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે તેમની આકાંક્ષાને પૂરી કરવા માટે નવી ઊર્જા અને નવી ક્ષમતા સાથે, નવા સંકલ્પ સાથે અમે આગળ વધશું. PM મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.

4-Jun-2024, 06:20:00 PMસરકાર ગઠનને લઈને શું બોલ્યા રાહુલ ગાંધી?

પત્રકારોએ તેમણે પૂછ્યું કે I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવવા માટે શું વિચારી રહી છે? જેના પર રાહુલ ગાંધીએ કહ્યું, અમે અમારા I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આ મુદ્દે નિર્ણય લેશે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે સારા પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મારી બહેનની મહેનતની જીત છે જે આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી પાછળ છુપાયેલી છે.

4-Jun-2024, 06:18:00 PMઆ લડાઈ બંધારણને બચાવવાની હતીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન ન માત્ર એક રાજકીય પક્ષ માટે લડી. વિપક્ષે સરકારી એજન્સીઓ વિરુદ્ધ પણ ચૂંટણી લડી. આ સંસ્થાઓને મોદી સરકારે ડરાવ્યા અને ધમકાવ્યા છે. આ ચૂંટણી ઈડી, સીબીઆઈ વિરુદ્ધ હતી. આ લડાઈ બંધારણને બચાવવાની હતી.

4-Jun-2024, 06:10:00 PMવાયનાડથી રાહુલ ગાંધીની મોટી જીત

વાયનાડથી રાહુલ ગાંધીની મોટી જીત થઈ છે. રાહુલે 3 લાખ વોટથી જીત મેળવી છે.

4-Jun-2024, 04:59:00 PMજીતનરામ માંઝી 1 લાખથી વધુ વોટથી જીત્યા

બિહારના પૂર્વ CM અને હિન્દુસ્તાની અવામ મોર્ચાના પ્રમુખ જીતન રામ માંઝીએ જીત મેળવ્યો છે. માંઝીએ ગયાથી 1 લાખથી વધુ વોટથી જીત મેળવી છે.

4-Jun-2024, 04:49:00 PMમહારાષ્ટ્ર, યૂપી અને પશ્ચિમ બંગાળે સૌથી મોટો ખેલા કર્યોઃ રાઉત

શિવસેના (યૂબીટી) નેતા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યું કે, દેશમાં બદલાવ થઈ રહ્યો છે. સાંજ સુધીમાં ભાજપ વધુ સીટ હારી જશે અને તે 240થી નીચે આવી જશે. રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર, યૂપી અને પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો ખેલા થયો છે.

4-Jun-2024, 04:47:00 PMબંગાળમાં મોટો ઉલટફેર, TMCને બંપર સીટ

બંગાળમાં મોટો ઉલટફેર થયો છે. સત્તારુઢ તૃણુમૂલ કોંગ્રેસ ભાજપથી ઘણી જ આગળ છે. TMC 29 સીટ પર આગળ છે. 2019માં 18 સીટ જીતનારી ભાજપ માત્ર 12 સીટ પર આગળ. કોંગ્રેસ એક સીટ પર આગળ છે.

4-Jun-2024, 04:32:00 PMકંગના રનૌતે મંડી સીટમાંથી બાજી મારી

મંડી સીટમાંથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત ચૂંટણી જીતી ગયા છે. કંગનાએ વિક્રમાદિત્યા સિંહે 72,696 મતથી હરાવી દીધા છે.

4-Jun-2024, 04:10:47 PMકેરળમાં પહેલી વખત ખીલી રહ્યું છે કમળ

કેરળમાં પહેલી વખત કમલ ખીલતું જોવા મળી રહ્યું છે. ત્રિશૂર સીટ પરથી ભાજપના સુરેશ ગોપી ચૂંટણીમાં મોટા અંતરથી આગળ ચાલી રહ્યાં છે.

4-Jun-2024, 04:07:42 PMદિગ્વિજય સિંહની જાહેરાત કહ્યું- હવે ચૂંટણી નહીં લડું

દિગ્વિજય સિંહ પોતાન સીટ રાજગઢમાં પાછળ ચાલી રહ્યાં છે. પોતાની હાર જોતા દિગ્ગી રાજાએ જાહેરાત કરી કે હવે તેઓ ચૂંટણી નહીં લડે.

4-Jun-2024, 04:06:20 PMPM મોદી અને શાહે TDP ચીફને ફોન કર્યો

વડાપ્રધાન મોદી અને અમિત શાહે TDPના ચીફ ચંદ્રબાબૂ નાયડૂને ફોન કરીને તેમણે આંધ્રપ્રદેશમાં 16 સીટ પર આગળ ચાલવા માટે અભિનંદન આપ્યા. નાયડૂ કેન્દ્રમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

4-Jun-2024, 03:27:52 PMચિત્રદુર્ગ લોકસભા સીટ પર ભાજપની જીત

કર્ણાટકની ચિત્રદુર્ગ લોકસભા સીટ પર ભાજપે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ગોવિંદ મકથપ્પા કરજોલે પોતાના પ્રતિદ્વંદી કોંગ્રેસના ઉમેદવાર બીએન ચંદ્રપ્પાને 48,121 વોટના અંતરથી માત આપી છે. ચૂંટણી પંચ મુજબ ગોવિંદ મકથપ્પા કરજોલને કૂલ 6,84,890 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 6,36,769 મત મળ્યા.

4-Jun-2024, 03:24:33 PMચરણજીત સિંહ ચન્નીની જીત

પંજાબના પૂર્વ સીએમ અને કોંગ્રેસ ઉમેદવાર ચરણજીત સિંહ ચન્નીએ જલંધર લોકસભા સીટ પરથી જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર સુશીલ કુમાર રિન્કૂને 1,75,993 મતના અંતરથી હરાવ્યા છે.

4-Jun-2024, 02:00:00 PMJDUએ જણાવ્યું- કયાં રહેશે નીતિશ કુમાર

JDUએ સ્પષ્ટ કર્યું કે નીતિશ કુમાર અને તેમની પાર્ટી NDAની સાથે જ રહેશે.

4-Jun-2024, 01:48:00 PMઉમર અબ્દુલ્લાએ હાર સ્વીકારી

ઉમર અબ્દુલ્લાએ પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે હું મારી હાર સ્વીકારું છું અને તેમણે એન્જિનિયર રાશિદને અભિનંદન આપ્યા છે.

4-Jun-2024, 01:47:00 PMભાજપની બે સીટ પર જીત, ચૂંટણી પંચે જાહેરાત કરી

ભાજપે બે સીટ પર જીત મેળવી છે. ચૂંટણી પંચે સૂરત અને જયપુરમાં પાર્ટી ઉમેદવારની જીતની જાહેરાત કરી છે.

4-Jun-2024, 01:43:00 PMજયરામ રમેશનો વડાપ્રધાન પર પ્રહાર, કહ્યું- નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપે મોદી

લોકસભા ચૂંટણીમાં ભાજપ હજુ બહુમતીના આંકડાથી ઘણાં પાછળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન મોદીના રાજીનામાની માગ કરી છે. જયરામ રમેશે કહ્યું કે, આ પુરવાર થઈ રહ્યું છે કે હાલના વડાપ્રધાન ભૂતપૂર્વ વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. હવે તેઓ નૈતિક જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે.

4-Jun-2024, 01:42:00 PMવલણમાં અનેક દિગ્ગજ નેતા પાછળ

વલણમાં અનેક દિગ્ગજ નેતા ચૂંટણી હારી રહ્યાં છે. થરુર, અધીર રંજન, સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે.

4-Jun-2024, 01:41:00 PMબિહારમાં નીતિશનો જલવો કાયમ, પાર્ટી 15 સીટ પર આગળ

બિહારમાં નીતિશ કુમારનો જલવો કાયમ જોવા મળી રહ્યો છે. JDUની 15 સીટ પર આગળ ચાલી રહી છે.

4-Jun-2024, 01:40:00 PMવલણમાં શશિ થરુરને મોટો ઝાટકો, ભાજપ ઉમેદવાર ચાલી રહ્યાં છે પાછળ

વલણમાં શશિ થરુરને ઝાટકો લાગ્યો છે. થરુર ભાજપ ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરથી પાછળ ચાલી રહ્યાં છે.

4-Jun-2024, 01:37:04 PMવલણોમાં ભાજપને 62 સીટનું નુકસાન

વલણમાં ભાજપને 62 સીટનું નુકસાન થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશ અને બંગાળમાં સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.

4-Jun-2024, 01:36:34 PMખડૂર સાહિબ સીટથી અમૃતપાલ સિંહ 1 લાખ વોટથી આગળ

પંજાબની ખડૂર સાહિબ સીટ પરથી અમૃતપાલ સિંહ 1 લાખ વોટોથી આગળ ચાલી રહ્યું છે. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ NSA અંતર્ગત આસામની ડિબ્રૂગઢ જેલમાં બંધ છે.

4-Jun-2024, 12:49:15 PMબંગાળમાં અધીર રંજન ચૌધરીને ઝાટકો, યુસુફ પઠાન પાછળ

બંગાળની બેહરામપુર સીટથી અધીર રંજન ચૌધરીને ઝાટકો લાગ્યો છે. યુસુફ પઠાન કાંટાની ટક્કર આપી રહી છે. પઠાન 600 વોટથી આગળ ચાલી રહ્યું છે.

4-Jun-2024, 12:07:32 PM મહબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા હારી રહ્યાં છે પોતાની સીટ

મહબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા પોતાની સીટથી પાછળ ચાલી રહ્યાં છે. વલણમાં ઉમર 58 હજાર તો મહબૂબા લગભગ 1.5 લાખ વોટથી પાછળ છે.

4-Jun-2024, 11:43:10 AMતમામ 543 સીટ પરના વલણ સામે આવ્યા

ચૂંટણી પંચે તમામ 543 સીટ પર વલણ જાહેર કર્યા છે. વલણમાં NDAને બહુમતી મળી રહી છે, પરંતુ ભાજપ બહુમતીથી ઘણું જ પાછળ છે.

4-Jun-2024, 11:41:47 AMઈન્દોરમાં રેકોર્ડ બનાવવા જઈ રહ્યું NOTA

ઈન્દોરમાં NOTAને 90 હજારથી વધુ વોટ મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા નામ પરત ખેંચાયા બાદ પાર્ટીએ NOTAને વોટ આપવાની અપીલ કરી હતી. અહીં ભાજપ ઉમેદવાર શંકર લાલવાની લગભગ 4 લાખ વોટથી આગળ છે.

4-Jun-2024, 10:41:37 AMLok Sabha Election Results 2024 Live Updates:

ભાજપ ઓડિશામાં 16 બેઠક પર આગળ, બીજેડી 3 બેઠક જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ

4-Jun-2024, 10:09:46 AMLok Sabha Election Results 2024 Live Updates:

વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9066 મતથી આગળ

4-Jun-2024, 10:05:34 AMLok Sabha Election Results 2024 Live Updates:

અમેઠીથી કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ 10 હજાર કરતા વધુ મતથી આગળ, ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની પાછળ

4-Jun-2024, 09:56:09 AMLok Sabha Election Results 2024 Live Updates

વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 600 મતથી આગળ થયા

4-Jun-2024, 09:55:27 AMLok Sabha Election Results 2024 Live Updates

NDA-291 INDIA-210 OTHER-42

4-Jun-2024, 09:48:34 AMLok Sabha Election Results 2024 Live Updates:

વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1500 મતથી પાછળ, કોંગ્રેસ ઉમેદવાર અજય રાય આગળ

4-Jun-2024, 09:41:52 AMLok Sabha Election Results 2024 Live Updates:

વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 હજાર મતથી પાછળ, કોંગ્રેસ ઉમેદવાર અજય રાય આગળ

4-Jun-2024, 09:36:13 AMLok Sabha Election Results 2024

દિલ્હીની સાતેય બેઠકો પર ભાજપ આગળ

4-Jun-2024, 09:26:35 AMLok Sabha Election Results 2024

વલણમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ભાજપથી આગળ નીકળી

4-Jun-2024, 09:11:15 AMLok Sabha Election Results 2024

પ્રારંભિક વલણમાં ભાજપને મળ્યું બહુમત, ઈન્ડી ગઠબંધન 100 બેઠકને પાર

4-Jun-2024, 08:39:56 AMપશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર

4-Jun-2024, 08:35:44 AMતિરુવનંતપુરમ લોકસભા બેઠક

કોંગ્રેસ ઉમેદવાર શશિ થરુર પાછળ

4-Jun-2024, 08:31:49 AMLok Sabha Election Results 2024 Live Updates: દેશભરની 542 સંસદીય બેઠકો પર મતગણતરી શરૂ, NDA 200થી વધુ બેઠકો પર આગળ

NDA-218 INDIA-93 OTHER-32

4-Jun-2024, 08:20:25 AMઆ દિગ્ગજો પાછળ

  • મંડીથી કંગના રનૌત પાછળ
  • કરનાલથી મનોહર લાલ ખટ્ટર પાછળ
  • બહરામપુરથી અધિરંજન ચૌધરી પાછળ
  • છીંદવાડા બેઠક પરથી નકુલનાથ પાછળ

4-Jun-2024, 08:19:39 AMઆ દિગ્ગજો આગળ

  • રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠકોથી આગળ
  • કન્નૌજથી અખિલેશ યાદવ આગળ
  • તિરુવનંતપુરમથી શશિ થરુર આગળ
  • ગાંધીનગરથી અમિત શાહ આગળ
  • બહરામપુરથી યુસુફ પઠાણ આગળ

4-Jun-2024, 07:49:21 AMગોરખપુર ભાજપના ઉમેદવાર રવિ કિશને પ્રતિક્રિયા આપી

ભાજપના સાંસદ અને ગોરખપુરના ઉમેદવાર રવિ કિશને મતગણતરી પહેલા કહ્યું કે, "આ ઐતિહાસિક છે, રામ રાજ્ય ચાલુ રહેશે. વિશ્વના સૌથી મોટા નેતા ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે... દેશના લોકોએ દેશને જીતાડ્યો છે. અને પીએમ મોદી પર વિશ્વાસ મૂક્યો..."

4-Jun-2024, 07:43:40 AMબાંસુરી સ્વરાજે મતગણતરી પહેલા આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજ મતગણતરી પહેલા કહ્યું કે, "...મને પૂરો વિશ્વાસ છે કે આજે ભારતની જનતા ભાજપની લોકકલ્યાણની નીતિઓ પસંદ કરશે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની નીતિઓ પસંદ કરશે... હું જાણું છે કે ત્રીજી વખત ફિર મોદી સરકાર."

4-Jun-2024, 06:59:54 AMલોકસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પૂરી અને મીઠાઈ તૈયાર કરવામાં આવી રહી છે.

4-Jun-2024, 06:33:59 AMભાજપ પહેલા જ જીતી ચૂક્યું છે આ બેઠક

ભાજપ ગુજરાતની સુરત બેઠક પર બિનહરિફ જીતી ચૂક્યું છે. અહીં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા છે.

4-Jun-2024, 03:20:04 AMઈવીએમની ગણતરી 8.30થી શરૂ થશે

ઈવીએમની મતગણતરી સવારે 8.30 વાગ્યાથી શરૂ થશે. જો આ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ નહીં થાય તો પોસ્ટલ બેલેટ અને ઈવીએમની ગણતરી એક સાથે હાથ ધરવામાં આવશે. આ સાથે VVPAT સ્લિપની ગણતરી પણ શરૂ કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ બૂથની EVM સ્લિપની ગણતરી કરવામાં આવશે. તે રેન્ડમાઇઝેશન દ્વારા પસંદ કરવામાં આવશે.

4-Jun-2024, 03:19:01 AMપોસ્ટલ બેલેટથી મત ગણતરી શરૂ થશે

પોસ્ટલ બેલેટની ગણતરીના વિવાદ બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સોમવારે સ્પષ્ટતા કરી છે કે પોસ્ટલ બેલેટની ગણતરી સાથે જ મત ગણતરી શરૂ થશે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેઓ પોસ્ટલ બેલેટની ગણતરીમાં વિલંબનો આરોપ લગાવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. નિયમો હેઠળ પોસ્ટલ બેલેટથી મત ગણતરી શરૂ થશે.

4-Jun-2024, 03:17:39 AMએક્ઝિટ પોલમાં મોદી ફરી પીએમ બનશે

વિપક્ષના પોતાના દાવા હતા કે આ વખતે ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. જો કે આ દાવા વચ્ચે મતદાનના છેલ્લા તબક્કા પછી તરત જ આવેલા એક્ઝિટ પોલના અનુમાનમાં ભાજપને 300થી વધુ અને એનડીએને 350થી વધુ બેઠકો મળી હતી, જ્યારે વિપક્ષના સપના ચકનાચૂર થઈ ગયા હતા. જો કે 4 જૂને યોજાનારી મતગણતરી માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ભાજપને વિશ્વાસ છે કે એનડીએ સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે અને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરશે.

4-Jun-2024, 03:16:05 AMપક્ષ અને વિપક્ષ વચ્ચે હરીફાઈ

આ વખતે 18મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. ત્રીજી વખત કેન્દ્રમાં એનડીએને સત્તામાં આવતા રોકવા માટે વિપક્ષો એક થયા અને મોટાભાગના વિપક્ષી પક્ષોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને INDIAના નામે નવું ગઠબંધન કર્યું. એનડીએ પણ રાજ્યવાર પક્ષોના મહત્વને ધ્યાનમાં રાખીને તેના રાજકીય કુળનો વિસ્તાર કર્યો. કાળઝાળ ગરમી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં પક્ષો અને વિપક્ષો વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને પરસેવો પાડતાં પણ તમામ પક્ષોએ પોતપોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હેઠળ મેદાનમાં ઉતરેલી ભાજપે ભાજપને 370થી આગળ અને એનડીએને 400થી આગળ લઈ જવાનો નિર્ધાર કર્યો હતો.