Banaskantha Lok Sabha Election Result 2024 Live Updates (બનાસકાંઠા લોકસભા બેઠક): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ થયો હતો. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી, જ્યારે તેમની સામે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાન ઉતાર્યા હતા. ગેનીબેન ઠાકોરનું ઠાકોર સમાજ પર પ્રભુત્વ છે. જોકે બનાસકાંઠા બેઠક પર શંકર ચૌધરીનું પ્રભુત્વ પણ છે. ત્યારે બનાસકાંઠાની જનતાએ ગેનીબેન ઠાકોર જીત અપાવી છે. આ બેઠક જ્યારથી ગેનીબેન ઉમેદવાર જાહેર થયા ત્યારથી ભાજપ માટે ટફ લાગી રહી હતી. પરિણામ પણ આખરે એવું જ આવ્યું. જેનો ડર હતો તે બનાસકાંઠા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે.
ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઇ છે
બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની 30,406 મતોથી જીત થઇ છે. તેમને કુલ 6,71,833 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થયા, શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા.
અમારી બહેન ગેનીબેનને પંદર હજાર કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન .
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 4, 2024
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું, કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 16,919 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી 1800 મતોથી આગળ થયા.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું જોવા મળી રહી છે, કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 5113 મતોથી આગળ થયા.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1857 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખા બેન ચૌધરી ફરી થયા આગળ.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1335 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી સતત જોવા મળી રહી છે, કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 3168 મતોથી આગળ છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું જોવા મળી રહી છે, રેખા બેન ચૌધરી 4854 મતોથી આગળ જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખા બેન ચૌધરી 2000 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 4624 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર 155 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું છે, કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 168 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું છે, ગેનીબેન ઠાકોર 760 મતોથી આગળ ચાલી રહી છે.
બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખા બેન ચૌધરી 10962 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું, રેખા બેન ચૌધરી 6496 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખા બેન ચૌધરી 1188 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું જોવા મળી રહી છે, રેખા બેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર 4971 મતથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું જોવા મળી રહી છે, ગેનીબેન ધીમી ગતીએ આગળ વધી રહ્યા છે.
ગેની બેન ઠાકોર 3200 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું છે, કોંગ્રેસના ગેની બેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે.
13,007 મતથી રેખાબેન ચૌધરી આગળ
ભાજપના રેખા બેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી ચાલું ચાલું છે, ગેની બેન ઠાકોર 3000 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખા બેન ચૌધરી 3000 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠામાં આવી શકે છે ચોંકાવનારુ પરિણામ, ગેનીબેન ઠાકોર 1500 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા લોકસભા બેઠક પર 2024માં કેટલું મતદાન થયું બનાસકાંઠા લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં 69.62 % મતદાન થયું છે. જેમાં વાવ વિધાનસભા ક્ષેત્રમાં 69.43 %, થરાદમાં 78.7 %, ધાનેરામાં 67.65 %, દાંતામાં 71.47 %, પાલનપુરમાં 65 %, ડીસામાં 65.42 % અને દિયોદરમાં 71.11 % મતદાન થયું છે.
2019માં શું હતી સ્થિતિ 2019માં યોજાયેલી ગુજરાતની લોકસોભા ચૂંટણી પર નજર ફેરવીએ તો બનાસકાંઠા બેઠક પર એ સમયે 64.68 % મતદાન થયું હતું. જેમાં વાવ વિધાનસભા ક્ષેત્રમાં 63.01 %, થરાદમાં 70.98 %, ધાનેરામાં 61.76 %, દાંતામાં 69.68 %, પાલનપુરમાં 61.58 %, ડીસામાં 62.53 % અને દિયોદરમાં 64.66 % મતદાન થયું હતું. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના પરબત પટેલ સામે કોંગ્રેસના પારથીભાઈ ભટોળ મેદાનમાં હતા. પરબત પટેલને 679108 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના પારથીભાઈ ભટોળને 310812 મત મળ્યા હતા. પરબત પટેલનો 368296 મતના માર્જીનથી વિજય થયો હતો.
ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?