Amreli Election Result 2024 LIVE: અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના ભરત સુતરિયાની 321068 મત સાથે જીત

Amreli Election Result 2024 Live: અમરેલી લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. આ બેઠક મત ગણતરી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 07:08 PM (IST)Updated: Tue 04 Jun 2024 07:08 PM (IST)
amreli-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-latest-news-in-gujarati-live-blog-339700

Amreli Lok Sabha Election Result 2024 Live Updates (અમરેલી લોકસભા બેઠક): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. આ વખતે ભાજપે સિટિંગ સાંસદ નારણ કાછડિયાનું પત્તુ કાપીને ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી જેની ઠુમ્મરને ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાં આંતરિક વિખવાદ આ બેઠક પર જોવા મળ્યો હતો અને મતદાન બાદ નારણ કાછડિયાનો બળાપો પણ સામે આવ્યો હતો. ત્યારે અમરેલીની જનતાએ ભરત સુતરિયાને પસંદ કર્યા છે અને તેમની 321068 મતથી જીત થઈ છે.

અત્યારે પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી પૂરી થઈ ગઈ છે. EVM ખૂલ્યા બાદ ભાજપના ભરત સુતરિયા 321068 મતથી આગળ છે.

અમરેલી લોકસભા સીટ પર બીજા રાઉન્ડના અંતે ભાજપના ભરત સૂતરિયાને 51313 મત અને કોંગ્રેસના જેની ઠુમ્મરને 28458 મત મળ્યા છે. અમરેલી લોકસભા સીટ પર ચોથા રાઉન્ડના અંતે ભાજપના ભરતભાઈ સુતરિયાને 109949 મત અને કોંગ્રેસના જેની ઠુમ્મરને 55961 મત મળ્યા છે. છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ભરત સુતરિયાને 162181 મત અને કોંગ્રેસના જેની ઠુમ્મરને 83824 મત મળ્યા છે. સાતમા રાઉન્ડના અંતે ભાજપના ભરત સુતરિયાને 191693 મત અને કોંગ્રેસના જેની ઠુમ્મરને 98660 મત મળ્યા છે.

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પક્ષઉમેદવારનું નામકેટલા મત મળ્યા
ભાજપભરત સુતરિયા580872 (+ 321068)
કોંગ્રેસજેની ઠુમ્મર259804 ( -321068)

2024માં અમરેલી લોકસભા બેઠક પર કેટલું રહ્યું મતદાન
ગુજરાત લોકસભા ચૂંટણી 2024માં અમરેલી લોકસભા બેઠક પર 50.29 % મતદાન થયું છે. જેમાં ધારી વિધાનસભા ક્ષેત્રમાં 46.09 %, અમરેલીમાં 49.05 %, લાઠીમાં 50.45 %, સાવરકુંડલામાં 47 %, રાજુલામાં 52.43 %, મહુવામાં 58.96 %, ગારીયાધારમાં 47.44 % મતદાન થયું છે.

2019માં શું હતી સ્થિતિ
2019ની લોકસભાની ચૂંટણીમાં અમરેલી લોકસભા બેઠક પર 55.75 % મતદાન થયું હતું. જેમાં ધારી વિધાનસભા ક્ષેત્રમાં 54.67 %, અમરેલીમાં 55.15 %, લાઠીમાં 55.29 %, સાવરકુંડલામાં 52.27 %, રાજુલામાં 56.96 %, મહુવામાં 63.63 % અને ગારીયાધારમાં 52.08 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે નારણ કાછડિયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી. નારણ કાછડિયાને 529035 મત મળ્યા હતા. જ્યારે પરેશ ધાનાણીને 327604 મત મળ્યા હતા. નારણ કાછડિયાનો 201431 મતના માર્જીનથી વિજય થયો હતો.

લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી