અમરેલી ગુજરાતનું એક શહેર છે. મગફળી, કપાસ અને ઘઉંની ખેતી માટે આ શહેર સમગ્ર ગુજરાતમાં જાણીતુ છે. અહીં પીપાવાવ પોર્ટ જિલ્લામાં આવેલ છે.અમરેલીમાં દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ છે. જિલ્લાના કેટલાક ભાગોમાં એશિયાનું જાણીતુ ગીરનું જંગલ ફેલાયલે છે. જોવાલાયક સ્થળોની વાત કરીએ તો અહીં અમરેલીનો પ્રાચીન ટાવર, રાજમહલ, ગિરધરભાઈ સંગ્રહાલય, કલાત્મક રેલવે મથક છે. અહીં ધાર્મિક સ્થળો પૈકી એક પ્રાચીન નાગનાથ મંદિર, જુમ્મા મસ્જિદ, કૈલાસ મુક્તિધામ, કવિ ઈશ્વરદાન સ્મૃતિ મંદિર ઈશ્વરીયા, દાદા ભગવાન મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.