ભાવનગર ગુજરાતનું એક શહેર છે. ભાવનગર શહેર, ભાવનગર જિલ્લાનું વડુમથક છે અને ગુજરાત રાજ્યના પશ્ચિમી ભારતમાં સ્થિત છે. ભાવનગર ગુજરાતના ઉત્તરમાં અમદાવાદ જિલ્લા, પૂર્વમાં ખંભાતનો અખાત, દક્ષિણમાં સુરેન્દ્રનગર જિલ્લો અને પશ્ચિમમાં જુનાગઢ જિલ્લો આવેલ છે. ભાવનગરને તળાવો અને મંદિરોનું ઘર કહેવાય છે. તેની સ્થાપના વર્ષ 1743માં કરવામાં આવી હતી. અહીં મહત્વપૂર્ણ વાણિજ્ય અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં અભ્યાસ માટે અનેક સારી સંસ્થા છે. જેમાં મુખ્યત્વે સર.પી.પીસાયન્સ ઈન્સ્ટિટ્યુટ, શ્યામલદાસ કોલેજ જ્યાંથી મહાત્માગાંધીએ અભ્યાસ કર્યો હતો, એલફર્ડ હાઈસ્કૂલ તથા કેન્દ્રીય સોલ્ટ સંશોધન સંસ્થા આવેલ છે. ટુરિઝમ માટે અહીં જૈન મંદિર, પાલિતાણા તથા વેળાવદર અભિયારણ ભારતીય કાળિયાર માટે પ્રસિદ્ધ છે. ભાવનગર આશરે બે સદી સુધી મોટું બંદર રહ્યું છે અને અહીં આફ્રિકા, મોજાંબિક, જાંજીબાર, સિંગાપોર અને ખાડીના દેશો સાથે વ્યાપાર થતો હતો. અહીં એક સંગ્રહાલય છે,જ્યાં ગાંધીજી સાથે સંકળાયેલ પુસ્તકો અને ગાંધીજીની તસવારો જોઈ શકાય છે.