જૂનાગઢ, ગુજરાતનું એક શહેર છે. મંદિરોની ભૂમિ જૂનાગઢ ગિરનાર હિલની ગોદમાં વસેલુ છે. જૂનાગઢનો અર્થ થાય છે પ્રાચીન કિલ્લો. આ શહેર પર અનેક વંશોનું શાસન રહ્યું છે. અહીં સમયાંતરે હિંદુ, બૌદ્ધ, જૈન તથા મુસ્લિમ આ ચાર મુખ્ય ધર્મોનો પ્રભાવ રહ્યો છે. જૂનાગઢ બે ભાગોમાં વહેચાયેલ છે. એક મુખ્ય શહેર છે,જેની ચારેય બાજુ દિવાલોથી કિલ્લેબંધી કરવામાં આવેલ છે. અન્ય ભાગ પશ્ચિમમાં અપરકોટ કહેવામાં આવે છે. જૂનાગઢના મુખ્ય કૃષિ ઉત્પાદનોમાં મગફળી, કપાસ, જવાર-બાજરા, કઠોળ, તેલીબિયા અને શેરડીનો સમાવેશ થાય છે. વેરાવળ તથા પોરબંદર અહીંના મુખ્ય બંદર છે.કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી તથા ધ જે.સી.ઈ.ટી.એસ કોમર્સ કોલેજ અહીં સૌથી સારી કોલેજ છે. અહીં અમ્બે માતાનું મંદિર ખૂબ જ જાણીતુ છે. જ્યાં નવવિવાદિત જોડા લગ્ન બાદ પોતાનું વૈવાહગિક જીવન સુખમય રહે તે માટે માતાના આશીર્વાદ લેવા આવે છે.