રાજકોટ ગુજરાતનું એક મુખ્ય શહેર છે. વર્ષ 1612માં રાજકોટ શહેરની સ્થાપના જાડેજા વંશના ઠાકુર સાહેબ વિભાજી જાડેજાએ કરી હતી. અહીં રાષ્ટ્રપિતા ગાંધીજીનું બાળપણ વિત્યુ હતું અને પોતાના જીવનના શરૂઆતી દિવસો અહીં વીતાવ્યા હતા. ગાંધીજીએ અહીંથી હિન્દુસ્તાનીઓ અને અંગ્રેજોની રહેણી-કહેણી વચ્ચેના અંતરને નજીકથી જોઈ હતી. રાજકુમારી ઉદ્યાન, જુબિલી ગાર્ડન, વારસન સંગ્રહાલય, રામકૃષ્ણ આશ્રમ, લાલપરી તળાવ, આંજી ડેમ, રણજીત વિલાસ પેલેસ, સરકારી દુધ ડેરી વગેરે અહીંના પ્રસિદ્ધ જોવાલાયક સ્થળ છે. રાજકોટમાં ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. રાજકોટની સોની બજાર ગુજરાતમાં આવેલ સોનાનું સૌથી મોટું બજાર છે.