જામનગર ગુજરાતનું એક શહેર છે. અહીં અરબ સમુદ્ર સાથે જોડાયેલ કચ્છની ખાડી દક્ષિણમાં આવેલ છે. ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામ નજીક વિશ્વનો સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષ ધરાવે છે. જામનગરનું નિર્માણ જામસાહેબ દ્વારા વર્ષ 1540માં કરવામાં આવેલ. અહીં ગુજરાતના જામનગર જિલ્લાનું મુખ્યમથક છે. સિમેન્ટ, માટીના વાસણ, કપડાં, મીઠું અહીં મુખ્ય ઔદ્યોગિક ઉત્પાદન છે. અહીં શહેર બાંધણી કલા, ઝરીની કઢાઈ તથા ધાતુકર્મ માટે પણ જાણીતુ છે. અહીં દોષી કાલીદાસ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ, ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ, એમ.પી.કોમર્સ કોલેજ તથા વી.એમ.મહેતા કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ સારી કોલેજમાં સ્થાન ધરાવે છે.