Dahod News: દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનો અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ એક નવી રાજકીય ચર્ચા ઉદ્ભવી છે, કારણ કે પ્રતિમા સામેના સર્કલની દીવાલ પર આઈ લવ ભીલ પ્રદેશ લખાયેલું જોવા મળ્યું હતું.
આદિવાસી સમાજ છેલ્લા લાંબા સમયથી ભીલ પ્રદેશ'ની માંગ કરી રહ્યો છે. તાજેતરમાં દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં લીમખેડામાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જોકે, આ મૂર્તિની સ્થાપના વખતે પણ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવાયો હતો. આજે પણ આદિવાસી સમાજે સર્કલ પર આ બંને નેતાઓનો વિરોધ કર્યો હતો.
શું કહ્યું હતું મંત્રી કુબેર ડિંડોરે
પંચમહાલમાં બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાંથી રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, ચૈતર વસાવાને એ પાછા અહિયા આયોજન કરીને એમ કે કે અહિયા કેવડિયામાં રાજધાની બનાવીશું. અલ્યા તમે બધા ભેગા થઇને અલગતાવાદ ફેલાવનારા લોકો, જાતિવાદ ફેલાવનારા લોકો, આદિવાસી સમાજને ભ્રમિત કરનારા લોકો, તમારું તમારી વાતનું તથ્ય છે ખરું. પોત પોતાની રાજનીતિ ચમકાવવા માટે, રાજકારણમાં ટકી રહેવા માટેના પેતરા આ લોકો કરી રહ્યા છે. તો આ ભીલ પ્રદેશ અમને અલગ રાજ આપી દો એટલે શાસન ચલાવવાનું કઈ રીતના. રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની. આ બધું આ બધું જોવાનું કે ના જોવાનું. પૈસા વગર શાસન ચાલે ભાઈ. આ બધી વ્યવસ્થા કરવાની. આપણા 26 જેટલા ભેગા વિભાગો ચાલે છે.