Bharuch: ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ બ્રિજ પરથી નર્મદા નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે રિક્ષા ચાલકની નજર પડતા અન્ય રાહદારીઓની મદદથી યુવતીને બચાવી લેવામાં આવી હતી.
હકાકતમાં આજે એક પરિણીત યુવતી નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદવા જતી હતી. આ સમયે બ્રિજ પર હાજર રિક્ષા ચાલકની નજર પડતાં રાહદારીઓની મદદથી સમયસર મહિલાને પકડી લીધી હતી. જે બાદ મહિલાને સલામત સ્થળે લઈ જઈ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ ચોકીમાં લઈ ગયો હતો. હાલ તો પોલીસે મહિલાએ ક્યા કારણોસર અંતિમ પગલું ભરવાની ફરજ પડી? તે જાણવા પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો
જણાવી દઈએ કે, નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બન્યો હોય, તેમ અવારનવાર પુલ પરથી નદીમાં કૂદી આપઘાતના બનાવો બનતા હતા. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બન્ને બાજુ સેફ્ટી નેટ લગાવવામાં આવી છે. આમ છતાં લોકો આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે.