Vadodara: દેવડા પરિવારના સામુહિક આપઘાતના પ્રયાસમાં પુત્ર પછી પુત્રીનું મોત, સવા મહિનાની સારવારના અંતે હોસ્પિટલમાં દમ તોડ્યો

પરિવારના મોભીએ પત્ની અને ત્રણ સંતાનો સાથે વિષપાન કરતાં તમામને સયાજી અને પછી વારસિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 Aug 2025 10:30 PM (IST)Updated: Thu, 21 Aug 2025 10:30 PM (IST)
vadodara-news-gorwa-family-suicide-daughter-dead-during-treatment-after-1-month
HIGHLIGHTS
  • આર્થિક સંકડામણના કારણે પેટ્રોલ પંપના માલિકે પરિવાર સાથે ઝેર પીધુ હતુ
  • પતિ, પત્ની અને નાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ

Vadodara: શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા પેટ્રોલ પંપના માલિક એવા દેવડા પરિવાર દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના બનાવે ચકચાર મચાવી મૂકી હતી. જેમાં પુત્રનું મોત થયું હતુ, જ્યારે છેલ્લા એક મહિનાથી સારવાર લઈ રહેલી દીકરીએ પણ આજે જીવ ગુમાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જલાનંદ ટાઉનશિપ નજીક રાજદીપ સોસાયટીમાં રહેતા સુભાષ દેવડા (52) પેટ્રોલ પંપ ધરાવે છે. ગત 21 જુલાઈના રોજ દેવાના બોજના કારણે સુભાષ દેવડાએ પત્ની સુરેખાબેન, પુત્ર હેત, દીકરી હીવા અને 5 વર્ષના પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જો કે ઝેરની અસરના કારણે બધાને ઉલટીઓ થતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વારસિયાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ગત 26 જુલાઈના રોજ સારવાર દરમિયાન પુત્ર હેતનું મોત નીપજ્યું હતુ. જ્યારે લગભગ સવા મહિનાની સારવાર બાદ 18 વર્ષીય દીકરી હીવાએ પણ દમ તોડ્યો છે. હાલ પરિવારના મોભી સુભાષભાઈ, તેમના પત્ની સુરેખાબેન અને નાનો પુત્ર સારવાર હેઠળ છે.