Chandan Rathod (ચંદન રાઠોડ)

Created By: Jivan Kapuriya
વાવ-થરાદના સુઈગામના વતની અને સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા લોકપ્રિય કોમેડિયન ચંદન રાઠોડનું ભાભર પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. 'ગુજ્જુ લવ ગુરુ' યુટ્યુબ ચેનલ પર 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે, જેના માટે તેમને યુટ્યુબ તરફથી ગોલ્ડ પ્લે બટન પણ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર પણ તેમની રીલ્સ અત્યંત વાયરલ થાય છે અને ત્યાં 18 લાખથી વધુ ફોલોઅર્સ તેમની સાથે જોડાયેલા છે.

















