
Rakesh Shukla
Bio
ડિજિટલ મીડિયા ક્ષેત્રે 19 વર્ષનો અનુભવ. 2022થી દૈનિક જાગરણ સમૂહની ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણમાં ચીફ સબ એડિટર. 2007થી 2012 દિવ્યભાસ્કર ડિજીટલમાં કામ કર્યું. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિશ્વકપ, મુબંઇ એટેક સહિતની ઘટનાઓમાં મહત્વપૂર્ણ યોગદાન. 2012થી 2014 વન ઇન્ડિયામાં કામ કર્યું. જે દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી, વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ કવર કરી. 2014થી 2022 દિવ્ય ભાસ્કર ડિજીટલમાં નાઇટ ઇન્ચાર્જ, 16 સિટી હાયપર લોકલ ઇન્ચાર્જ તરીકે કામ કર્યું. 2022થી ગુજરાતી જાગરણમાં જોડાયા છે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ગુજરાતનું બજેટ અને લોકસભા ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ઘટનાઓનું કવરેજ કર્યું છે. ગુજરાતમાં બનતી રિયલ-ટાઇમ ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, હવામાનને લગતી અપડેટ્સ, એપીએમસી રેટ્સ અન્ય પ્લાન્ડ અને અનપ્લાન્ડ ઇવેન્ટમાં નવા આઇડિયાઓ સાથે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. ડેટા એનાલિસિસ આધારિત સ્ટોરીઓ કરવામાં તેઓની માસ્ટરી છે. તથ્યની સત્યતા પછી સમાચાર પ્રસિદ્ધ કરવાનો તેઓ આગ્રહ રાખે છે. તેઓ હંમેશા એવું માને છે કે સમાચાર થોડા મોડા લાઈવ થશે તે ચાલશે પરંતુ ખોટા કે ભ્રામક સમાચાર વાંચકો સુધી ન જવા જોઈએ.
Hindi, English, Gujarati










-1782389739915.jpeg)








