Surat Accident: ઉધનામાં ડમ્પરે અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત, વ્હાલસોયાના મોતથી પરિવાર પર આભ તૂટ્યું

સાયકલ પર જઇ રહેલા વિદ્યાર્થીને એક ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. ડમ્પરે એડફેટે લેતા વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Nov 2026 12:26 PM (IST)Updated: Thu, 19 Nov 2026 12:26 PM (IST)
surat-accident-news-cyclist-student-dies-after-being-hit-by-dumper-in-udhna

Surat Accident News: સુરત શહેરના ઉધના વિસ્તારમાં ડમ્પર ચાલકે બેફામ રીતે વાહન હંકારીને અકસ્માત સર્જ્યો છે. ડમ્પર ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીની સ્કૂલ બેગનો સામાન પણ વેર વિખેર થઇ ગયો હતો. બનાવના પગલે પરિવારમાં આભ તૂટી પડ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો

અકસ્માતની આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, ઉધના સાઉથ ઝોન પાસે આ બનાવ બન્યો હતો. સાયકલ પર જઇ રહેલા વિદ્યાર્થીને એક ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. ડમ્પરે એડફેટે લેતા વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને આસપાસના સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે પોલીસે જાણ કરી હતી.

સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો

ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થીની સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્કૂલ બેગનો સામાન પણ વેર વિખેર થઇ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીનું નામ પ્રિન્સ રમેશચંદ્ર રાણા છે. અકસ્માતના બનાવની જાણ થતાં ઉધના પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિદ્યાર્થીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

મૃતકના પરિવારજનોએ જણાવ્યા પ્રમાણે, પ્રિન્સ જ્યારો દોઢ વર્ષનો હતો ત્યારે તેને ભરૂચના એક આશ્રમમાંથી દત્તક લેવામાં આવ્યો હતો. હાલ તે 17 વર્ષનો થયો હતો. ગતરોજ તેણે તેની માસીને કહ્યું હતું કે તે 17 વર્ષનો થયો છે. બે દિવસ પહેલા જ તે ઉજ્જૈનથી આવ્યો હતો. વિદ્યાર્થીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.