Gujarat Weather Today: ગુજરાતમાં હજી શિયાળાની ઠંડીની જમાવટ જોવા મળી રહી નથી. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની ઉપર રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. આજે 18 નવેમ્બરના રોજ 18.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન | City Wise Minimum Temprature
આજે રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ડીસામાં 18.8 ડિગ્રી, નલિયામાં 19, વડોદરા 19.6, મહુવામાં 20.1, ગાંધીનગરમાં 20.2, અમરેલીમાં 20.2, કેશોદમાં 20.3, પોરબંદરમાં 20.4, રાજકોટમાં 20.4, અમદાવાદમાં 20.6, સુરેન્દ્રનગરમાં 21, ભાવનગરમાં 21.8, ભુજમાં 22, કંડલા પોર્ટમાં 23, સુરતમાં 23.4, દ્વારકામાં 23.4, વેરાવળમાં 23.7, ઓખામાં 25.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન | City Wise Maximum Temprature
રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 36.3 ડિગ્રી, સુરતમાં 35.6, પોરબંદરમાં 35.4, ભુજમાં 35, સુરેન્દ્રનગરમાં 34.8, ડીસામાં 34.7, નલિયામાં 34.7, કેશોદમાં 34.5, મહુવામાં 34, દ્વારકામાં 34, અમરેલીમાં 33.9, વડોદરામાં 33.6, વેરાવળમાં 33.6, અમદાવાદમાં 33.4, વલ્લભ વિદ્યાનગરમાં 33.4, ભાવનગરમાં 33.2, ગાંધીનગરમાં 33, ઓખામાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી | Gujarat Weather Forecast
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના રાત્રીના તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. 19થી 21 નવેમ્બર દરમિયાન રાજ્યમાં રાત્રે અને વહેલી સવારે અનુભવાતી ઠંડીમાં વધારો થઇ શકે છે. જોકે ત્યારબાદ તાપમાનનો ફરી પાછો 2થી 3 ડિગ્રી જેટલો ઉંચકાઇ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થયો નથી. 18.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
અકવાન વાવાઝોડું ક્યારે દરિયાકાંઠે ટકરાશે | Cyclone Akvan Latest Update
બંગાળની ખાડીમાં ડેવલપ થયેલા અકવાન વાવાઝોડાની દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય ભાગોમાં સક્રિય ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' આગામી 20 નવેમ્બર, 2026 સુધીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહેલું આ વાવાઝોડું નરસાપુર અને પુરી વચ્ચેના કાંઠે ટકરાશે. એ સમયે પવનની ઝડપ 90 થી 110 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.
