Census 2027 (વસ્તી ગણતરી)

Created By: Gujarati Jagran
ભારતની સૌપ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2027 માટે ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ડાયરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં આ ઐતિહાસિક પ્રક્રિયાનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો હતો. સેન્સસ ઓપરેશન્સના ડાયરેક્ટર સુજલ જે. માયત્રાએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય કવાયત આગામી સમયના આયોજન અને નીતિ-નિર્માણ માટે પાયાનો પથ્થર સાબિત થશે.

















