Census 2027 in Gujarat: જનગણના 2027 અંતર્ગત ગુજરાત રાજ્યમાં પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) ગુજરાતમાં તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' (PE) તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. પ્રથમ તબક્કાની માહિતી ઘરે-ઘરે મુલાકાત લઇને ચકાસવામાં આવે તે પૂર્વે 15 દિવસ પહેલા એટલે કે 17 મેથી સ્વ ગણતરી કરવા માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે.
આ 34 પ્રશ્નોના આપવા પડશે જવાબ
તમે સ્વ ગણતરી કરવા માટે 17 મેથી ઓનલાઇન માહિતી ભરો અથવા તો ઘરે ગણતરીદાર આવે ત્યારે તમારે અહીં જણાવવામાં આવેલા 34 પ્રશ્નોના જવાબ લખવા પડશે. આ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવી અથવા તો જણાવવી ફરજિયાત છે.
- ગણતરીદાર દ્વારા ક્રમશઃ નોંધવામાં આવશે.
- મકાન નંબર: મ્યુનિસિપલ અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી માટેનો નંબર.
- જનગણના ઘર નંબર: જનગણના હેતુ માટે ફાળવવામાં આવેલ નંબર.
- ભોંયતળિયાની સામગ્રી: માટી, લાકડું/વાંસ, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેક/ફ્લોર ટાઈલ્સ, અન્ય.
- દિવાલની સામગ્રી: ઘાસ/વાંસ, પ્લાસ્ટિક, માટી/કાચી ઈંટ, લાકડું, પથ્થર (ગારા સાથે કે વગર), પતરાં, પાકી ઈંટ, કોંક્રિટ, અન્ય.
- છતની સામગ્રી: ઘાસ/વાંસ/માટી, પ્લાસ્ટિક, દેશી કે મશીન બનાવટના નળિયાં, ઈંટ, પથ્થર, સ્લેટ, પતરાં, કોંક્રિટ, અન્ય.
- જનગણના ઘરનો ઉપયોગ: રહેઠાણ, દુકાન, ઓફિસ, શાળા, હોસ્પિટલ, પૂજાનું સ્થાન, કારખાનું વગેરે.
- ઘરની સ્થિતિ: જો રહેઠાણ હોય તો તેની હાલત (1-સારું, 2-રહેવા લાયક, 3-ખંડેર).
- કુટુંબ નંબર: દરેક ઘરને અલગ નંબર અપાશે (સંસ્થાકીય ઘર માટે '999').
- વ્યક્તિઓની સંખ્યા: કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા.
- કુટુંબના મુખ્ય માણસનું નામ: પરિવારના વડાનું નામ.
- જાતિ: પુરુષ, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર.
- SC/ST વિગત: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્ય.
- માલિકીનો દરજ્જો: માલિકીનું, ભાડાનું, અન્ય.
- ઓરડાઓની સંખ્યા: કુટુંબના તાબામાં રહેવાના ઓરડા (રસોડું, બાથરૂમ વગેરે સિવાય).
- પરિણીત દંપતીઓની સંખ્યા: કુટુંબમાં રહેતા પરણેલા યુગલોની સંખ્યા.
- પીવાના પાણીનો મુખ્ય સ્રોત: નળનું પાણી, કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, નદી, તળાવ, બોટલનું પાણી વગેરે.
- પાણીના સ્રોતની ઉપલબ્ધતા: પરિસરમાં, નજીકમાં (100-500 મીટર), દૂર.
- પ્રકાશનો મુખ્ય સ્રોત: વીજળી, કેરોસીન, સૌર ઊર્જા, અન્ય તેલ, અન્ય કોઈ, નથી.
- શૌચાલયનો ઉપયોગ: ફક્ત કુટુંબ માટે, અન્ય કુટુંબ સાથે, જાહેર શૌચાલય, ખુલ્લામાં.
- શૌચાલયનો પ્રકાર: ફ્લશ, સેપ્ટિક ટાંકી, બે ખાડા કે એક ખાડાવાળું શૌચાલય વગેરે.
- ગંદા પાણીના નિકાલનું જોડાણ: બંધ ગટર, ખુલ્લી ગટર, ગટર નથી.
- સ્નાનગૃહની ઉપલબ્ધતા: હા, છત વિનાનું, ના.
- રસોડું અને LPG/PNG જોડાણ: રસોડું છે કે નહીં અને ગેસ જોડાણની સ્થિતિ.
- રસોઈ માટેનો બળતણ: લાકડું, છાણાં, કોલસો, કેરોસીન, LPG/PNG, વીજળી, બાયોગેસ વગેરે.
- રેડિયો/ટ્રાન્ઝિસ્ટર: પરંપરાગત રેડિયો, મોબાઈલ, અન્ય, ના.
- ટેલિવિઝન: ફ્રી ડિશ, DTH/કેબલ, બંને, અન્ય, ના.
- ઈન્ટરનેટની ઉપલબ્ધતા: લેપટોપ/કોમ્પ્યુટર, મોબાઈલ, અન્ય, ના.
- લેપટોપ/કોમ્પ્યુટર: હા, ના.
- ટેલિફોન/મોબાઈલ: લેન્ડલાઈન, સ્માર્ટફોન, અન્ય મોબાઈલ, બંને, ના.
- સાયકલ/સ્કૂટર/મોટર સાયકલ: સાયકલ, સ્કૂટર/બાઈક, બંને, નથી.
- કાર/જીપ/વાન: હા, ના.
- મુખ્ય વપરાશનું અનાજ: ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, અન્ય.
- મોબાઈલ નંબર: ફક્ત જનગણના સંબંધિત સંદેશાવ્યવહાર માટે.
