Census 2027 India: વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને તમારા મનમાં આ અંગે અનેક પ્રશ્નો પણ ઉઠતા હશે તે સ્વભાવિક છે. શું તમે જાણો છો કે તમે ઘરે બેઠા પમ ઓનલાઈન જાતે જ Self-Enumeration મારરફતે તમારી તથા તમારા પરિવારની સંપૂર્ણ માહિતીનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
અલબત આ માટે સંપૂર્ણ પ્રોસેસથી પ્રાપ્ત થનારા SE ID શું કામ કરે છે, Self-Enumeration બાદ વસ્તી ગણતરી કરનાર કર્મચારીઓએ તમારા ઘરે આવવું કેમ જરૂરી છે તથા આ માટે સંપૂર્ણ પ્રક્રિયા ડોક્યુમેન્ટ્સને પોર્ટલ પર અપલોડ કરવી જરૂરી બનશે.
પ્રશ્નઃ વસ્તી ગણતરીમાં Self-Enumeration સાથે સંકળાયેલ પ્રશ્ન તથા જવાબ
પ્રશ્ન- Self-Enumeration શું છે?
જવાબ-Self-Enumeration એક ઓનલાઈન પ્રોસેસ છે. તેમાં તમે જાતે જ SE પોર્ટલ se.census.gov.in પર તમારા ફેમિલીની માહિતી ભરીને સબમિટ કરી શકો છો.
પ્રશ્નઃ શું se.census.gov.in જરૂરી છે?
જવાબઃ નહીં, Self-Enumeration એક વધારાની સુવિધા છે. જો તમે જાતે જ ભરતા નથી તો વસ્તી ગણતરી કર્મચારીઓ તમારા ઘરે આવીને માહિતી એકત્રિત કરશે.
પ્રશ્નઃ શું કોઈ પણ ભાષામાં Self-Enumeration કરી શકાય છે?
જવાબઃ હા, આ સુવિધા હિન્દી, અંગ્રેજી અને અન્ય 14 પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે
પ્રશ્નઃ શું Self-Enumeration માટે ઈન્ટરનેટ જરૂરી છે?
જવાબઃ હા, Self-Enumeration પોર્ટલનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ જરૂરી બનશે
પ્રશ્નઃ શું માહિતી સુરક્ષિત રહેશે?
જવાબઃ હા, Self-Enumeration પોર્ટલ પર આપવામાં આવેલ માહિતી સુરક્ષિત, એન્ક્રિપ્ટેડ હશે તથા આ સરકારી સર્વરો પર સ્ટોર કરી શકાય છે
પ્રશ્નઃ SE ID શું છે અને તેનો શું ઉપયોગ થાય છે?
જવાબઃ Self-Enumeration પોર્ટલ પર માહિતી સબમિટ કર્યાં બાદ તમે 11 અંકોની એક યુનિક SE ID મળશે. તેને વસ્તી ગણતરી કરનારા કર્મચારીઓ ઘરે આવે ત્યારે તે દર્શાવવો જરૂરી બનશે.
પ્રશ્નઃ જો તમે SE ID ભૂલી જાવો તો શું કરશો?
જવાબઃ તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે Self-Enumeration પોર્ટલ પર જઈને ફરીથી મેળવી શકો છો
પ્રશ્નઃ શું Self-Enumeration બાદ પણ વસ્તી ગણતરી કર્મચારી ઘરે આવશે?
જવાબઃ હા, વસ્તી ગણતરી કર્મચારી તમારા ઘરે આવશે અને તમારા તરફથી આપવામાં આવેલી માહિતી SE IDના આધાર પર ખરાઈ કરશે.
પ્રશ્નઃ શું Self-Enumeration પોર્ટલ પર કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર છે?
જવાબઃ નહીં, કોઈ પણ દસ્તાવેજને અપલોડ કરવાની જરૂર રહેશે નહીં
પ્રશ્નઃ શું Self-Enumeration પોર્ટલ પર Help ઉપલબ્ધ છે?
જવાબઃ હા, આ પોર્ટલ પર યુઝર ગાઈડ, ટ્યુટોરિયલ વીડિયો, ફ્લોચાર્ટ, FAQ તથા ટૂલટિપ્સ ઉપલબ્ધ છે.
જો તમને આ અંગે પ્રશ્નો હોય તો તમે ટોલ ફ્રી નંબર 1855 પર કોલ કરી શકો છો
