Jignesh Kaviraj (જિગ્નેશ બારોટ 'કવિરાજ')

Created By: Sanket Parekh
3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં જન્મેલા ગુજરાતી લોકગાયક જિગ્નેશ કવિરાજ તેમના 'બેવફા' સોન્ગ માટે ખૂબ જ જાણીતા છે. નાનપણમાં તેઓ ડાયરા કિંગ મણીરાજ બારોટના ફેન હતા. માત્ર 13 વર્ષની વયે જિગ્નેશ કવિરાજનું 'દશામાંની મહેર' નામે પ્રથમ આલ્બમ આવ્યું હતુ. 'DJ દિલનો ખેલાડી' આલ્બમે જિગ્નેશ કવિરાજને દેશ-વિદેશમાં લોકપ્રિય બનાવી દીધા. જે બાદ જિગ્નેશ કવિરાજના એક પછી એક બેવફા સોન્ગ હીટ થવા લાગ્યા.

















