પાવાગઢમાં મહાકાળી માતાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, સતત બે દિવસ પૂનમની ઉજવણી થઈ

ચાલુ વર્ષે બે તિથિનો સમન્વય થતાં પાવાગઢ મહાકાળી મંદિર ખાતે બે દિવસ સુધી પૂનમની ઉજવણી કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 07:36 PM (IST)Updated: Mon, 26 Oct 2026 07:36 PM (IST)
pavagadh-mahakali-temple-sharad-purnima-2026-two-day-celebration-devotees-crowd

Sharad Purnima 2026: આ વર્ષે બે તિથિનો સમન્વય થવાના કારણે પૂનમની ઉજવણી સતત બે દિવસ સુધી ચાલુ રહી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ અને અદ્ભુત ભક્તિ માહોલ જોવા મળ્યો હતો. મહાકાળી માતાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો પાવાગઢ પર્વત પર સ્થિત મંદિરમાં એકઠા થવા લાગ્યા હતા.

આ વર્ષે બે તિથિનો સમન્વય થવાના કારણે પૂનમની ઉજવણી સતત બે દિવસ સુધી ચાલુ રહી હતી. ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ અસંખ્ય શ્રદ્ધાળુઓ ગઈકાલે પણ મહાકાળી માતાના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યારે આજે પણ મોટી સંખ્યામાં લોકો પૂનમ ભરવાના પાવાગઢ આવી પહોંચ્યા હતા. આ રીતે સતત બે દિવસ સુધી ધામમાં જનસેલાબ ઉમટી પડતા મંદિર પરિસરમાં ભારે ચહલપહલ અને ભીડ જોવા મળી હતી.

બે તિથિ ભેગી થવાના કારણે શરદ પૂનમની રાત્રી પૂજા, ચંદ્રોદય દર્શન અને ખીર રાખવાની પરંપરા 25 ઓક્ટોબર, રવિવારની રાત્રે ઉજવવામાં આવી હતી. જ્યારે પૂનમનું સ્નાન-દાન અને પૂનમ ભરવાની પરંપરા આજે 26 ઓક્ટોબર, સોમવાર સુધી ચાલુ રહી હતી. આ બે દિવસ દરમિયાન જોવા મળેલો જનમેદની અને ભક્તોનો ધસારો લોકોની મા મહાકાળી પ્રત્યેની અખૂટ આસ્થાનું જીવંત પ્રતીક બની રહ્યો હતો.

વહેલી સવારે જેવા મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા કે લાંબી લાઈનમાં ઊભેલા શ્રદ્ધાળુઓએ અનુશાસન સાથે માંમહાકાળીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. દૂર-દૂરના વિસ્તારમાંથી આવેલા ભક્તોએ માતાજીના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભૂતિ કરી હતી. ભક્તોએ મા મહાકાળી સમક્ષ દીપ પ્રગટાવીને પોતાના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ થાય તેમજ મનોકામના પૂર્ણ થાય તેવી ભાવભરી પ્રાર્થના કરી હતી.

સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર તેમજ ચઢાણનામાર્ગ 'જય માતાજી' અને 'જય મામહાકાળી' ના ગગનભેદી જયઘોષથી સતત ગુંજતા રહ્યા હતા. પૂનમ જેવા પવિત્ર દિવસે માતા મહાકાળીના દર્શનનો લ્હાવો મળતા દરેક ભક્તોના ચહેરા પર એક વિશેષ આનંદ અને શ્રદ્ધાનો સંતોષ સ્પષ્ટપણે છલકાતો હતો.