Ahmedabad: જીગ્નેશ કવિરાજે પરિવાર સાથે હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

Ahmedabad: ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજે (Jignesh Kaviraj) અમદાવાદમાં તેમના પરિવાર સાથે હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે મુલાકાત કરી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 29 Mar 2025 02:47 PM (IST)Updated: Sat, 29 Mar 2025 02:47 PM (IST)
gujarati-singer-jignesh-kaviraj-met-hardik-pandya-shared-pictures-on-social-media

Ahmedabad: ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજે (Jignesh Kaviraj) અમદાવાદમાં તેમના પરિવાર સાથે હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે મુલાકાત કરી છે. જેની તસવીરો અને વીડિયો તેમને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા હાલમાં આઈપીએલની મેચ માટે અમદાવાદમાં છે.

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે. જેને લઈને હાલમાં તે અમદાવાદમાં છે. ત્યારે ફેમસ ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજ તેમના પરિવાર સાથે હાર્દિક પંડ્યાને હોટલમાં મળવા માટે પહોંચ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.