Jignesh Kaviraj: નવરાત્રિમાં જીગ્નેશ કવિરાજ સાથે ગરબે ઘુમવા માંગો છો ? આ જગ્યાની મુલાકાત લો

અમદાવાદના સાઉથ બોપલમાં જીગ્નેશ કવિરાજ ગરબાની ધુમ મચાવી રહ્યા છે. નવરાત્રીના દસે દસ તમે અહીં જીગ્નેશ કવિરાજના ગરબાની મોજ માણી શકો છો.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 04 Oct 2024 02:27 PM (IST)Updated: Fri, 04 Oct 2024 02:27 PM (IST)
jignesh-kaviraj-garba-3-to-11-octomber-in-ravani-box-cricket-and-farm-south-bopal-ahmedabad

Jignesh Kaviraj: નવરાત્રિનો તહેવાર શરુ થઈ ગયો છે. ખેલૈયાઓ માતાની આરાધના સાથે ગરબાની ધૂમ મચાવી રહ્યા છે. લોકોને ડાંડિયા રમવા પસંદ હોય છે કે તેઓ મહિના અગાઉથી જ તેની પ્રેકિટસ કરતાં હોય છે. ગુજરાતના ગરબા એટલા ફેમસ છે કે વિદેશથી પણ લોકો તેને જોવા આવતાં હોય છે. અનેક જગ્યાએ ગરબાનું આયોજન થતું હોય છે. જો આ નવરાત્રી તમે જીગ્નેશ કવિરાજના ગરબા સાથે માણવા માંગો છો તા રહ્યું સ્થળ

જીગ્નેશ કવિરાજ સંગ રમો ગરબા, આ રીતે મેળવો પાસ

અમદાવાદના સાઉથ બોપલમાં રવાણી બોક્સ ક્રિકેટ અને ફાર્મ ખાતે જીગ્નેશ કવિરાજ ગરબાની ધુમ મચાવી રહ્યા છે. નવરાત્રીના દસે દસ તમે અહીં જીગ્નેશ કવિરાજના ગરબાની મોજ માણી શકો છો. બુક માય શો દ્વારા તમે ગરબાના પાસ મેળવી શકો છો.