બોરડામાં રાસોત્સવમાં જીગ્નેશ કવિરાજ સાથે માયાભાઈ આહીર મન મૂકીને ઝૂમ્યા, પુત્ર જયરાજ સાથે ગરબાની રમઝટ બોલાવી

આ વીડિયોમાં તેઓ અને જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીર એક લગ્ન પ્રસંગમાં મન મૂકીના રાસોત્સવમાં ઝૂમ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Feb 2026 05:22 PM (IST)Updated: Mon, 09 Feb 2026 05:22 PM (IST)
bhavnagar-news-mayabhai-ahir-dances-with-jignesh-kaviraj-at-borda-rasotsav-performs-garba-with-son-jayraj-ahir

Mayabhai Ahir-Jignesh Kaviraj: ભાવનગરના તળાજા તાલુકાના બોરડામાં એક લગ્ન પ્રસંગના રાસોત્સવ સમયનો એક વીડિયો ગાયક જીગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયા પેજમાં શેર કર્યો છે. જેમાં તેમની સાથે માયાભાઈ આહીર મન મૂકીને રાસ-ગરબામાં ઝૂમ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

ગુજરાતી સિંગર જીગ્નેશ બારોટ(જીગ્નેશ કવિરાજ)એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ અને જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીર એક લગ્ન પ્રસંગમાં મન મૂકીના રાસોત્સવમાં ઝૂમ્યા હતા.

આ લગ્ન પ્રસંગમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર કે જેઓ બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં હાલ જામીન પર જેલ બહાર છે તેઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પણ જીગ્નેશ કવિરાજ સાથે રાસોત્સવમાં ભાગ લીધો હતો. જેના વીડિયા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

શું હતો બગદાણા વિવાદ

બગદાણા વિવાદ શું હતો તેની ટૂંકી વિગતો જોઇએ તો આ વિવાદની શરૂઆત 24 ડિસેમ્બર, 2025 ના રોજ થઈ હતી, જ્યારે માયાભાઈ આહિરે એક કાર્યક્રમમાં બગદાણા આશ્રમના ટ્રસ્ટી તરીકે ખોટું નામ આપ્યું હતું, જેનો નવનીતભાઈએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો.

આ કેસમાં રાજકીય ગરમાવો આવતા SITની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માયાભાઈના પુત્ર જયરાજ આહિરની સંડોવણી સામે આવતા, SIT દ્વારા તેમની કડક પૂછપરછ કરવામાં આવી અને અંતે 24 જાન્યુઆરીના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બગદાણા કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જયરાજ આહીરને મહુવા કોર્ટમાં જામીન મળી ચૂક્યા છે. ભાવનગરની જેલમાંથી બહાર આવતી વખતે જયારજના હાતમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' જોવા મળી હતી. જેલની બહાર ઉભેલા સમર્થકો અને મિત્રો સાથે હાથ મિલાવતી વખતે અને ત્યારબાદ કારમાં બેસીને રવાના થતી વખતે પણ તેણે પોતાના હાથમાં રહેલી ગીતાજી બતાવી હતી. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યોના વીડિયો વાયરલ થયા હતા.