Parshottam Solanki Health Update: ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકી તેમના પગની એક મહિનાની સારવાર બાદ મુંબઈની હોસ્પિટલથી પાછા ભાવનગર પાછા ફર્યા છે. ભાવનગર પહોંચતાં જ 23 ઓક્ટોબરના રોજ રાત્રે તેઓએ મોટી સંખ્યામાં ભેગા થયેલા સમર્થકો અને લોકો સાથે મુલાકાત કરી હતી. પોતાના જુસ્સાદાર અંદાજમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમની તબિયત અંગે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.આ સિંહ સિંહ જ હોય 30 વર્ષ પહેલા હતો આજેય એ જ છું.
પગની સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો
રાજ્યમંત્રી પરસોતમ સોલંકીએ પોતાની તબિયત ખુલાસો કરતાં જણાવ્યું કે, તેમને છેલ્લા ચારેક મહિનાથી ડાબા પગમાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી. આ સારવાર દરમિયાન ડોક્ટરોની સલાહ પ્રમાણે ટચલી આંગળી કપાવી પડી હી. તેઓ મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલમાં આશરે એક મહિનો દાખલ રહ્યા. તેમણે ઉમેર્યું કે, જનતાના આશીર્વાદ અને શુભેચ્છાઓથી સહીસલામત ભાવનગર પરત ફર્યા છે.
ચર્ચા અને અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
સમર્થકોને સંબોધતા તેમણે પોતાના ખાસ અંદાજમાં કહ્યું કે, આજે અહીં એકઠા થવાનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈને એમ ન લાગે કે પરસોત્તમભાઈ બીમાર છે. 30 વર્ષ પહેલાં જે પરસોત્તમ સોલંકી હતા, એ જ આજે પણ છે. આ પરસોત્તમ સોલંકીની તમને જબાન છે અને જે કામ કરવાના છે તે કરીશ જ.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈ કંઈ કહે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. મંત્રીના આ નિવેદનથી તેમના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમની બીમારી અંગે ચાલતી તમામ અફવાઓનો અંત આવ્યો છે.
-1792822745006_m.webp)