Ahmedabad News: વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે તાજેતરમાં કચ્છના નખત્રાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સૂચક નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદારોમાં પ્રચલિત ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ના ટ્રેન્ડને સમાજ માટે ઘાતક ગણાવ્યો હતો અને પરિવારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી. જે અંગે પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ કથિરિયા, લાલજી પટેલ, રેશ્મા પટેલ અને દિનેશ બાંભણિયાએ પોતાનું મંતવ્ય આપ્યું છે.
બાળકો વધારવાથી સમાજનું સંગઠન મજબૂત થતું નથી: લાલજી પટેલ
એસપીજીના લાલજી પટેલે આર.પી.પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બાળકો વધારવાથી સમાજનું સંગઠન મજબૂત થતું નથી. આપણે જે પણ બાળકો હોય, એક હોય કે બે, તેમને સંસ્કાર આપીને હિંદુ સમાજ અને ભારત દેશ માટે મજબૂત કરવા એ અમારું પ્રાધાન્ય છે. અમે વારંવાર સભાઓમાં બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું, ક્યાં ભણાવવા, અને તેમનું ધ્યાન કેવી રીતે રાખવું તેની વાત કરીએ છીએ. માત્ર બાળકોની સંખ્યા વધારવાથી સંગઠન મજબૂત થશે કે સત્તામાં ભાગીદારી મળશે તેવું હોતું નથી. ગુજરાતમાં સવા કરોડ પાટીદારો જો સંગઠિત રહે તો બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
અલ્પેશ કથીરિયાએ પણ ચિંતા વ્યક્ત કરી
પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ પણ આર.પી.પટેલના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું કે, આજના યુવાનોમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગ્ન પછીના ફેમીલી પ્લાનિંગમાં વનચાઇલ્ડ કે નો ચાઈલ્ડની પોલીસી જે ઘડી રહ્યા છે જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજ બળ ઘટશે, સમગ્ર હિંદુ સમાજ માટેનો આ ખતરો છે, દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે પરંતુ આવા મુદ્દાઓ ઉપર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી ત્યારે આર.પી.પટેલે ખુલ્લીને આ બબાતે ચર્ચા કરી છે ખુબ અભિનંદનને પાત્ર છે.આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ન કરી શકાય કે આટલા બાળકો કરવા જોઈએ, પરંતુ બાળકો ઓછા હશે કે બાળકો નહી હોય તો ભવિષ્યમાં શું શું થશે તો એવો ખતરો ઉભો થવાનો છે તો એની બાબતની ચિંતા કરવાની જરૂર છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
રેશ્મા પટેલે આરપી પટેલના નિવેદન પર કર્યા આકરા પ્રહાર
પાટીદાર નેતા રેશ્મા પટેલે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર આકરો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો ત્રણ-ચાર સંતાનો હોય તો જ રાજકીય અને સામાજિક મજબૂતાઈ વધે, તેવું કહેવું સમજણ વગરનું છે. સમાજમાં વિચારશક્તિ વધારવા માટે ઘણા અભિયાનો ચલાવવાની જરૂર છે. તેની જગ્યાએ જ્યારે સમાજના મંચ પરથી ત્રણ-ચાર બાળકોને જન્મ આપવાની વાત થાય ત્યારે તે ભાષણ અને વાત બંને સમજણ વગરના ગણાય. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
આરપી પટેલના નિવેદનથી હું આંશિક રીતે સહમત છુંઃ દિનેશ બાંભણિયા
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છેકે, આરપી પટેલના નિવેદનથી હું આંશિક રીતે સહમત છું. સામાજિક વ્યવસ્થા અને જે અત્યારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એ મુજબ ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જરૂરી છે. વધારે બાળકોની વાતમાં હું સહમત નથી. પરંતુ આંશિક રીતે જોવા જઈએ તો જે અત્યારે સમાજની વ્યવસ્થામાં એક બાળક ફોરેનમાં જતું રહે છે. કોઈ આકસ્મિક કારણોસર બાળક જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે જે ઘરની પરિસ્થિતિ ઊભી થાય છે. તે બનાવો વધારે પ્રમાણમાં બનતા જાય છે. બાળકો એકબીજાને સાથે રહીને એક સિંગલ બાળક અને બંને બાળકોની વચ્ચેની પણ વૈજ્ઞાનિક રીતે પણ એક મનોવૈજ્ઞાનિક રીતે પણ જરૂરિયાત હોય છે. તો આ બાબતે હું આંશિક રીતે સહમત છું કે ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જોઈએ. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે શું કહ્યું હતું
વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે તાજેતરમાં કચ્છના નખત્રાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સૂચક નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદારોમાં પ્રચલિત ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ના ટ્રેન્ડને સમાજ માટે ઘાતક ગણાવ્યો હતો અને પરિવારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જો સમાજનું સંખ્યાબળ ઘટશે તો તેની સામાજિક અને રાજકીય તાકાત પણ ઘટશે, જે આખરે સનાતન ધર્મની તાકાતને નબળી પાડશે. આર.પી.પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે સંખ્યાબળ ઘટશે તો પાટીદારોને પોતાના અસ્તિત્વ માટે લડવું પડશે અને ભવિષ્યમાં ‘કાકા’ અને ‘મામા’ ભાડે મળશે તેવા બોર્ડ જોવા મળશે. તેમણે કાશ્મીર અને બંગાળમાંથી હિંદુઓના પલાયનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.