Alpesh Kathiriya: આરપી પેટલના નિવેદન બાદ એલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા, આજના ટ્રેન્ડ કુટુંબ વ્યવસ્થાનો નાશ કરશે, આ એક ચિંતાનો વિષય

પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ પણ આર.પી.પટેલના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું કે, આર.પી.પટેલે ખુલ્લીને આ બબાતે ચર્ચા કરી છે ખુબ અભિનંદનને પાત્ર છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 11 Aug 2025 04:35 PM (IST)Updated: Mon 11 Aug 2025 04:35 PM (IST)
alpesh-kathiriya-reacts-to-vishv-umiya-dham-president-r-p-patels-statement-583368

Alpesh Kathiriya News: વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે તાજેતરમાં કચ્છના નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં એક સુચક નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં વધી રહેલા ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ના ટ્રેન્ડને ઘાતક ગણાવ્યો છે અને પાટીદાર પરિવારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા માટે અપીલ કરી છે. જે અંગે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છેકે, આજના યુવાનોમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે કુટુંબ વ્યવસ્થાનો નાશ કરશે. આ એક ચિંતાનો વિષય છે.

અલ્પેશ કથીરિયાએ પણ ચિંતા વ્યક્ત કરી

પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ પણ આર.પી.પટેલના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું કે, આજના યુવાનોમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગ્ન પછીના ફેમીલી પ્લાનિંગમાં વનચાઇલ્ડ કે નો ચાઈલ્ડની પોલીસી જે ઘડી રહ્યા છે જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજ બળ ઘટશે, સમગ્ર હિંદુ સમાજ માટેનો આ ખતરો છે, દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે પરંતુ આવા મુદ્દાઓ ઉપર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી ત્યારે આર.પી.પટેલે ખુલ્લીને આ બબાતે ચર્ચા કરી છે ખુબ અભિનંદનને પાત્ર છે.

ભવિષ્યમાં શું શું થશે તેની ચિંતા કરવી જોઇએ

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ન કરી શકાય કે આટલા બાળકો કરવા જોઈએ, પરંતુ બાળકો ઓછા હશે કે બાળકો નહી હોય તો ભવિષ્યમાં શું શું થશે તો એવો ખતરો ઉભો થવાનો છે તો એની બાબતની ચિંતા અને મનન એટલા માટે થવું જોઈએ કે ભવિષ્યમાં 25-20 વર્ષ પછી ભવિષ્યમાં સમાજને હિંદુ સમાજને કોઈને આ તકલીફ ના પડે. ચોક્કસ આંકડો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આંકડાકીય રીતે જઈએ તો સમજો કે આજથી 20 વર્ષ પહેલા હિંદુ સમાજની વસ્તી હતી એનાથી વસ્તી ઘટી છે.

કેટલા બાળકો રાખવા એ પરિવારનો વ્યક્તિગત નિર્ણય

કથીરિયાએ જણાવ્યું કે, સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પહેલા આગળની પેઢીએ જે બાળકો હતા, અત્યારની પેઢીએ એ બાળકો નથી. તો એની સંખ્યા ઘટી છે માળખું ઘટ્યું છે ઘણા પ્રશ્નો પણ એવા છે બેરોજગારી છે, આ સમયમાં વધારે બાળકો હોય તો એનું શિક્ષણ, આરોગ્ય, એનો ખર્ચ અને જીવનભર કુટુંબ વ્યવસ્થાનો ખર્ચ કરવાનો છે એનો પણ અગવડતા પડતી છે. તો એના માટે કુટુંબએ પણ વ્યવસ્થા અગાઉથી થાય તેના માટે એડવાન્સ પ્લાનિંગ કરવું જોઈએ. બાળકો કોને કેટલા પેદા કરવા એ કુટુંબ નક્કી કરતા હોય છે અને તે બે માણસનો વિષય છે પણ એના બાબતે સલાહ કરતા સુઝાવ એવો હોવો જોઈએ કે વન ચાઈલ્ડ કે નો ચાઈલડથી શું શું ખતરા ઉભા થતા હોય છે.

વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે શું કહ્યું હતું

વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે તાજેતરમાં કચ્છના નખત્રાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સૂચક નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદારોમાં પ્રચલિત ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ના ટ્રેન્ડને સમાજ માટે ઘાતક ગણાવ્યો હતો અને પરિવારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જો સમાજનું સંખ્યાબળ ઘટશે તો તેની સામાજિક અને રાજકીય તાકાત પણ ઘટશે, જે આખરે સનાતન ધર્મની તાકાતને નબળી પાડશે. સંખ્યાબળ ઘટશે તો પાટીદારોને પોતાના અસ્તિત્વ માટે લડવું પડશે અને ભવિષ્યમાં ‘કાકા’ અને ‘મામા’ ભાડે મળશે તેવા બોર્ડ જોવા મળશે.