Tripti Dimri (તૃપ્તિ ડિમરી)

Created By: Kajal Chauhan
તૃપ્તિ ડિમરી એક અભિનેત્રી છે, જે તેના અભિનય અને ગ્લેમરસ દેખાવ માટે જાણીતી છે. તૃપ્તિએ 2017માં "પોસ્ટર બોયઝ" ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 2018ની રોમેન્ટિક ડ્રામા "લૈલા મજનૂ"માં તેને લીડ એક્ટ્રેસની ભૂમિકા મળી. 2023માં આવેલી ફિલ્મ "એનિમલ"માં રણબીર કપૂર સાથેની સહાયક ભૂમિકાએ તેને રાતોરાત "નેશનલ ક્રશ" બનાવી દીધી. આ ફિલ્મ માટે તૃપ્તિને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર નોમિનેશન મળ્યું.

















