'કબીર સિંહ' અને 'એનિમલ'ને મિસોજીનિસ્ટ કહેનારાઓને સંદીપ રેડ્ડીએ જડબાતોડ જવાબ આપ્યો, કહ્યું- તેઓ જોકરો છે

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Wed, 20 Dec 2023 04:56 PM (IST)Updated: Wed, 20 Dec 2023 04:56 PM (IST)
sandeep-reddy-gave-a-jaw-dropping-reply-to-those-calling-kabir-singh-and-animal-misogynists-saying-they-are-clowns

Animal Movie: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ હોય અને વિવાદોમા ના આવે તેવુ ભાગ્યે જ બનતું હોય છે. તેમની ફિલ્મ એનિમલ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી વિવાદોમા છે. ફરી ફિલ્મ એક મુદ્દાને લઈને સમાચારમા છે, ડિરેક્ટરે ફિલ્મની આલોચના કરનારને જબરદસ્ત જવાબ આપ્યો છે. સંદીપ રેડ્ડી વાંગા કહ્યું કે જે 'કબીર સિંહ' અને 'એનિમલ'ને 'મિસોજીનીસ્ટીક' કહી રહ્યા છે તે બધા જોકર છે.

સંદીપ રેડ્ડી વાંગા એક ઈન્ટરવ્યુમા દિલ ખોલીને એનિમલ ફિલ્મ પર વાત કરી, ફિલ્મ પર થતા વાદ-વિવાદ અને મહિલા વિરોઘી ટેગ પર સવાલોના જવાબ આપ્યા હતા.

મહિલા વિરોઘી ટેગ પર શું કહ્યુ સંદીપ રેડ્ડી વાંગા એ?
એનિમલના કેટલાક દ્રશ્યને લોકો મહિલા વિરોધી ગણાવી રહ્યા છે, લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મને 'મિસોજીનીસ્ટીક' કહી રહ્યા છે. ઈન્ટરવ્યુમા જ્યારે ડીરેક્ટરને આ વિશે પુછવામા આવ્યુ, ત્યારે તેમને જવાબ આપ્યો કે જેઓ મારી ફિલ્મોને મહિલા વિરોધી કહે કહે છે તેઓ જોકર છે. તેમણે એમ પણ કહ્યું કે એનિમલ કે કબીર સિંહ બેમાંથી એક પણ ફિલ્મ 'મિસોજીનીસ્ટીક' નથી.

‘મિસોજીનીસ્ટીક' સાચો અર્થ થાય છે ‘સ્ત્રીઓનું અપમાન’, કબીર સિંહ હોય કે એનિમલ હોય મારી ફિલ્મમાં આવું ક્યાય નથી. મારા પ્રોડક્શન હાઉસનું નામ ભદ્રકાલી પિક્ચર્સ છે, મને ખબર નથી પડતી કે લોકો આવું કેમ વિચારે છે. જોકે બધા આવું વિચારતા પણ નથી, કેટલાક 15-20 જોકરો છે જે આવુ માને છે. કબીર સિંહ અને એનિમલ માટે આ શબ્દ વાપરવો જ ખોટો છે.

વિવાદ વચ્ચે પણ બોક્સઓફિસ પર સૂપર હીટ છે એનિમલ
એનિમલ રિલીઝ થઈ છે ત્યારથીજ રેકોર્ડ બ્રેક કરતી રહી છેં, બિઝનેસની વાત કરીએ આ ફિલ્મે ભારતમાં 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. અને વિશ્વભરમાં કલેક્શન 800 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. જણાવી દઈએ કે એનિમલમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી, સૌરભ સચદેવ, પ્રેમ ચોપરા અને સુરેશ ઓબેરોય પણ મહત્વની ભૂમિકામાં છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.