Bhool Bhulaiyaa 3: ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' પછી કાર્તિક આર્યન (Kartik Aaryan) બોલિવૂડની હિટ કોમેડી ફ્રેન્ચાઇઝી 'ભૂલ ભુલૈયા'ને લઈને ચર્ચામાં છે. વર્ષ 2022માં બ્લોકબસ્ટર ફિલ્મ કર્યા બાદ ચાહકો આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 'ભૂલ ભુલૈયા 3' વિશે ઘણી અપડેટ્સ સામે આવી ચૂકી છે. થોડા દિવસ પહેલા જ 'છોટે મિયાં' એટલે કે યુટ્યૂબર અરુણ કુશવાહા આ ફિલ્મની સ્ટાર કાસ્ટ હોવાનું સામે આવ્યું હતું. સાથે જ હવે મેકર્સે સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે.
સેટ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો
'ભૂલ ભુલૈયા 3' નો પ્લોટ આ વખતે પણ હોરર કોમેડી થીમ પર આધારિત છે. બંગાળી પરિવારમાં બનતી ભૂતીય ઘટનાઓને બતાવનારી આ ફિલ્મના સેટ મેકર્સે એક વીડિયો શેર કર્યો છે, જે બાદ ફિલ્મને લઇને ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે.
Get ready to open the haunted doors to the best horror-comedy fiesta! #BhoolBhulaiyaa3 starring #KartikAaryan, #VidyaBalan & #TriptiiDimri.
— T-Series (@TSeries) March 11, 2024
In cinemas this Diwali!@TheAaryanKartik @vidya_balan @tripti_dimri23 #BhushanKumar #KrishanKumar @BazmeeAnees @TSeries #ShivChanana… pic.twitter.com/8rJpFgfmiV
ફિલ્મનું શૂટિંગ શરૂ
ટી સિરીઝે ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. ડાયરેક્ટર અનીસ બઝમી (Anees Bazmee) વ્હીલચેર પર બેસીને ફિલ્મના સેટ પર પહોંચતા જોવા મળ્યા હતા. આ સાથે જ કાર્તિક આર્યન, વિદ્યા બાલન (vidya balan) અને તૃપ્તિ ડિમરી (tripti dimri)એ પણ સેટ પર એન્ટ્રી કરી હતી. શૂટિંગ શરૂ કરતાં પહેલા સૌએ ભગવાનની પૂજા-અર્ચના કરીને આશિર્વાદ લીધા હતા. આ પછી શૂટિંગ શરૂ થયું હતું. વીડિયો જોઇને લાગી રહ્યું છે કે પહેલો શોટ કાર્તિક કે વિદ્યાનો હોઇ શકે છે.
ત્રીજા ભાગમાં તબ્બુ જોવા નહીં મળે
'ભૂલ ભુલૈયા 3' ના શૂટિંગનો વીડિયો જેટલો ચાહકોને પસંદ આવ્યો છે, તેટલી જ યાદ તેમને તબ્બુ (Tabu) ની આવી છે. તબ્બુએ ભૂલ ભુલૈયાની બીજી ફ્રેન્ચાઇઝીમાં ધમાલ મચાવી હતી. તેણીએ આદર્શ વહુ અને ભૂતનીની બન્નેની ભૂમિકા ભજવીને લાઇમલાઇટમાં આવી ગઇ હતી. જો કે, તે ત્રીજા તે ભાગમાં નહીં જોવા મળે. ફેન્સે તબ્બુને ફિલ્મમાં પાછી લાવવાની માંગ કરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
