Vicky Vidya Ka Woh Wala Video Trailer: રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ 'વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેની સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે. ટ્રેલર જોઈને દરેક લોકો એ જ વિચારી રહ્યા છે કે જો ટ્રેલર આવું છે તો ફિલ્મ કેટલી જબરદસ્ત હશે.
શું છે કહાણી
વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મનું ટ્રેલર 3 મિનિટ અને 32 સેકન્ડનું છે. વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોના ટ્રેલરમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની કહાણી 90ના દાયકાની આસપાસની છે. ટ્રેલરની શરૂઆતમાં રાજકુમાર અને તૃપ્તિ દુલ્હા અને દુલ્હનના પરિધાનમાં નજરે પડી રહ્યા છે. રાજકુમાર ઋષિકેશના એક મિડલ ક્લાસ પરિવારના રહેવાસી છે. જેમના લગ્ન તૃપ્તિ સાથે થાય. છે. અને તેમની સુહાગરાતથી બંને વચ્ચેના ઝગડાની શરૂઆત થાય છે.
લાંબા સમય બાદ મલ્લિકા શેરાવતની એન્ટ્રી
ટ્રેલરમાં રાજકુમાર અને તૃપ્તિ ડિમરીની સાથે મલ્લિકા શેરાવતની એન્ટ્રી પણ જોવા મળી રહી છે. લાંબા સમય બાદ સિનેમાના પડદા પર મલ્લિકા શેરાવતને જોવા ચાહકો પણ ઘણા આતુર છે.
97 ટકા પારિવારિક ફિલ્મનો દાવો કરનાર આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે
રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મ 97 ટકા પારિવારિક હોવાનો દાવો કરી રહી છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે, આ જ દિવસે આલિયા અને વેદાંગ રૈના સ્ટારર ફિલ્મ જિગરા પણ રિલીઝ થઈ રહી છે.
