Tripti Dimri Jaipur Event: તૃપ્તિ ડિમરી બોલિવૂડની ઉભરતી સ્ટાર તરીકે સામે આવી રહી છે. ફિલ્મ એનિમલ બાદ તેનું સ્ટારડમ ઝડપથી વધી રહ્યું છે. એનિમલ ફિલ્મમાં સેમી ન્યૂડ સીન આપનાર તૃપ્તિ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' માં સલવાર-કમીઝમાં જોવા મળશે. 11 ઓક્ટોબરે તૃપ્તિ ડિમરીની વિકી વિદ્યા કા વો વાલા વીડિયો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં તે વ્યસ્ત છે.
જયપુરની ઈવેન્ટ માટે તુપ્તિએ લીધા હતા પાંચ લાખ રુપિયા
હાલમાં જ જયપુરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તૃપ્તિ ડિમરી આવવાની હતી. મિડ ડેની રિપોર્ટ અનુસાર તૃપ્તિને આ ઈવેન્ટ માટે પાંચ લાખ રુપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ તે ન આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનીષ મલ્હોત્રાના ફેશન શો માટે તેણે આ કાર્યક્રમ છોડ્યો હતો. જેને લઈને અનેક લોકો નારાજ થઈ ગયા હતા.
મહિલાએ તુપ્તિ ડિમરીના ચહેરા પર કાળો રંગ ફેરવ્યો
Today Tripti did a ramp walk with Kartik Aryan for Manish Malhotra's show walk for courage that's why she couldn't attend this event. It's her team's mistake they could have managed her dates well.
byu/Mediocre_Activity921 inBollyBlindsNGossip
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં એક મહિલા તુપ્તીના પોસ્ટર પર કાળો રંગ કરતી નજરે પડી રહી છે. અને કહી રહી છે કે આનું મોઢું કાળું કરો. આ ફિલ્મ કોઈ જોશે નહિ, આ લોકો વજન મુજબ આવતાં નથી. એવી તે કંઈ મોટી સેલિબ્રિટી બની ગઈ છે. કોઈ તેનું નામ પણ નથી જાણતું. અમે તો એ જોવા આવ્યા હતા કે આ કોણ છે. કોઈ ઓળખતું નથી તો પણ તેના આવા નખરા છે. સેલિબ્રિટિ કહેવાને લાયક નથી. આ સાથે જ ઈવેન્ટ આયોજકોએ લોકોને તૃપ્તિ ડિમરીની ફિલ્મોનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું.
