Dhadak 2 Review: સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી તૃપ્તિ ડિમરી અભિનિત રોમેન્ટિક ફિલ્મ 'ધડક 2' સિનેમાઘરોમાં આજે એટલે કે 01 ઓગસ્ટ, 2025ના રોજ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ધડક'ની સિક્વલ છે. ફિલ્મ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર લોકોએ તેના રિવ્યુ આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોનું માનવું છે કે ફિલ્મ એટલી ખાસ નથી. જ્યારે, કેટલાક લોકોએ કહ્યું છે કે ફિલ્મ તમને ભાવુક કરી દેશે.
'ધડક' કરતાં 'ધડક 2' વધુ સારી?
આ પણ વાંચો
કેટલાક યુઝર્સ દ્વારા 'ધડક 2'ને વખાણવામાં આવી છે. એક યુઝરે લખ્યું કે, કોઈ સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મમાં બે વસ્તુઓ હોવી જોઈએ. વાર્તા કહેવાની હિંમત અને પર્ફોર્મન્સમાં ઈમાનદારી. 'ધડક 2'માં આ બંને વસ્તુઓ છે. કલાકારોનું પર્ફોર્મન્સ, ભાવનાત્મક ઊંડાણ, પ્રતિશોધ વિશેનો ગુસ્સો અને સંદેશ – આ ફિલ્મમાં બધું જ યોગ્ય છે તેમ યુઝરે જણાવ્યું.
દર્શકોને કેવી લાગી 'ધડક 2'
અન્ય એક યુઝરે તો એમ પણ લખ્યું કે શું ફિલ્મ છે! એક સંપૂર્ણપણે નવી વાર્તા, ક્લાઈમેક્સ સુધી દરેક જણ રડી રહ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે 'ધડક' કરતાં 'ધડક 2' વધુ સારી છે. આ યુઝરે તૃપ્તિ ડિમરીના શાનદાર પર્ફોર્મન્સની પ્રશંસા કરી અને કહ્યું કે સિદ્ધાંત ચતુર્વેદીએ આખરે પ્રભાવિત કર્યા છે.
As responsible citizens, It was our duty to protect films like Pariyerum Perumal and Sairat from ever falling into the hands of Dharma Productions but we failed as a society. Also, Dhadak 2?????
— Cine Vichaar (@Cine_vichaar) July 12, 2025
It doesn't even make any sense. pic.twitter.com/PBdpbvwWt0
કેટલાકને 'ધડક 2' પસંદ ન આવી જોકે, બધાને 'ધડક 2' પસંદ નથી આવી. એક યુઝરે લખ્યું કે, 'ધડક 2' એક સારો સંદેશ આપવામાં નિષ્ફળ રહી છે. અન્ય એક યુઝરે તો એમ પણ લખ્યું કે આપણે 'પેરિયેરુમ પેરુમલ' અને 'સૈરાટ' જેવી ફિલ્મોને ધર્મા પ્રોડક્શનના હાથમાં આવતા બચાવવી જોઈએ. આ યુઝરના મતે 'ધડક 2'નો કોઈ અર્થ નથી.
A film around social issues should have two qualities, ie, bravery in story telling & honesty in performances! #Dhadak2 has both brimming to the T ?
— Amar Singh Rathore (@amarsr_1990) July 31, 2025
Everything lands! The performances, the dialogues, the emotional depth, the anger against retaliation & the messaging! ⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/Rol2qfPimX
ફિલ્મના નિર્દેશક અને રીમેક વિશે જણાવી દઈએ કે, 'ધડક 2' તમિલ ભાષાની હિટ ફિલ્મ 'પેરિયેરુમ પેરુમલ'ની રિમેક છે. જ્યારે, વર્ષ 2018માં આવેલી 'ધડક' મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક હતી. 'ધડક 2'નું નિર્દેશન શાઝિયા ઈકબાલે કર્યું છે.
