Dhadak 2 Collection: સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી અભિનીત ફિલ્મ 'ધડક 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. 'સૈયારા' પછી ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 'ધડક 2'ને પણ સારી શરૂઆત મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ ક્યાંકને ક્યાંક આ ફિલ્મ પોતાની અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. જે તેના કલેક્શનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
Dhadak 2 Collection
જાતિવાદ અને ઓનર કિલિંગ જેવા ગંભીર મુદ્દાઓ પર આધારિત 'ધડક 2'ને ફિલ્મ વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે સિદ્ધાંત ચતુર્વેદીની આ ફિલ્મે 3.75 કરોડનો બિઝનેસ કર્યો. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર આ આંકડો ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માટે ઘણો ઓછો માનવામાં આવી રહ્યો છે.
પહેલા 2 દિવસની કમાણી ઉમેરવામાં આવે તો અત્યાર સુધી 'ધડક 2' ઘરેલુ બોક્સ ઓફિસ પર 7 કરોડથી વધુનો બિઝનેસ કરી શકી છે. જોકે એવી અપેક્ષા હતી કે પ્રથમ બે દિવસમાં આ ફિલ્મ 10 થી 15 કરોડથી વધુ કમાણી કરશે. પરંતુ એવી બન્યું નહિ. વર્ષ 2018માં આવેલી 'ધડક' ફિલ્મે રિલીઝના પહેલા બે દિવસમાં આના કરતા અનેક ગણી વધારે કમાણી કરી હતી અને એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. જેમાં ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
