Bad Newz Box Office Collection Day 1: વિક્કી કૌશલની ફિલ્મ 'બેડ ન્યુઝ' થિયેટરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મનું ઓપનિંગ સારું રહ્યું છે. હાલ બોક્સ ઓફિસ પર 'કલ્કિ 2898 AD' નો જાદુ જ છવાયેલો છે ત્યારે 'બેડ ન્યુઝ' ફિલ્મને કેટલા સારા સમાચાર મળશે તે તો વિકએન્ડમાં જ જાણી શકાશે.
'બેડ ન્યુઝ' ફિલ્મની પ્રથમ દિવસે કેટલી કમાણી
કરણ જોહરની 'બેડ ન્યુઝ' ઘણા સમયથી ચર્ચામાં છે. જેનું કારણ છે તેનું 'તૌબા..તૌબા' સોંગ્સ. ફિલ્મને જે પ્રકારે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેને જોતા તે વિકએન્ડ પર સારી કમાણી કરી શકે છે. સેકનિલ્કની શરૂઆતી રિપોર્ટ પ્રમાણે 'બેડ ન્યુઝ' ને રિલીઝના પ્રથમ દિવસે 8.50 કરોડની કમાણી કરી છે. જો કે આ આંકડામાં થોડા ફેરફાર હોય શકે છે. શુક્રવારે ફિલ્મની 93 હજારથી વધારે ટિકિટો વેચાઈ હતી.
'બેડ ન્યુઝ'ની કહાણી શું છે ?
ઈશિતા મોઈત્રા અને તરૂણ ડુડેજા દ્વારા લખાયેલી 'બેડ ન્યુઝ' વર્ષ 2019માં આવેલી ફિલ્મ ગુડ ન્યુઝ ફ્રેન્ચાઈસીનો જ આગળનો ભાગ છે. આ ફિલ્મમાં સલોની બગ્ગા તુપ્તિ ડિમરી એક નહિ પરંતુ જોડિયા બાળકો સાથે પ્રેગ્નેટ છે. રસપ્રદ વાત એ છે કે આ બાળકોના એક નહિ પરંતુ બે પિતા છે. અને હવે તે બાળકોના પિતા તરીકે કોને પસંદ કરશે તેની આસપાસ આખી વાર્તા ફરી રહી છે.
