Kalki 2898 Ad Box Office Day 35: બોક્સ ઓફિસ પર 'કલ્કિ 2898 Ad'ની છપ્પરફાડ કમાણી; કુલ કમાણી 1 હજાર કરોડને પાર, અન્ય ફિલ્મોની ખરાબ હાલત

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 01 Aug 2024 10:32 AM (IST)Updated: Thu, 01 Aug 2024 10:32 AM (IST)
kalki-2898-ad-box-office-collection-day-35-prabhas-deepika-padukone-film-doing-well-in-hindi-earn-634-crore-in-india

Kalki 2898 Ad Box Office Day 35: નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કિ 2898 Ad' ને આજે 35 દિવસ પૂરા થયા છે. છતાં હજુ પણ આ ફિલ્મ દર્શકોને પોતાના તરફ ખેંચી રહી છે અને સતત કમાણી કરી રહી છે.

'કલ્કિ 2898 Ad' નું સતત 35 દિવસ સુધી બોક્સ ઓફિસ પર રાજ
27 જૂનના રોજ રિલીઝ થયેલી પ્રભાસ-દીપિકા સ્ટારર ફિલ્મનો જાદુ હજુ બોક્સ ઓફિસ બરકરાર છે. વર્લ્ડવાઈડ આ ફિલ્મ કુલ 1 હજારથી વધારેની કમાણી કરી ચુકી છે. તો હિન્દી સિનેમાની અંદર પણ આ ફિલ્મ અન્ય રિલીઝ થયેલી ફિલ્મોને નુકસાન કરાવી રહી છે.

હિન્દી ભાષામાં 286.18 કરોડની કમાણી
આ વર્ષની સૌથી મોટી ઓપનર સાબિત થયેલી 'કલ્કિ 2898 Ad' ફિલ્મે ગદ્દર ટુ, એનિમલ , પઠાન જેવી ફિલ્મોના રિકોર્ડ તોડી નાખ્યા હતા. તમિલ-તેલુગુ, કન્નડ-મલયાલમ અને હિંદી ભાષામાં મળીને આ ફિલ્મે કુલ 634.88 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મે 1 હજાર કરોડનો આંકડો પાર કરી લીધો છે.

કુલ કમાણી
વર્લ્ડ વાઈલ્ડ કુલ કમાણી 1027 કરોડ
ભારત 634.88 કરોડ
વિદેશ 274.05 કરોડ
હિન્દી 286.18 કરોડ
તમિલ 35.83 કરોડ
તેલુગુ 283.14 કરોડ
કન્નડ 5.72 કરોડ
મલયાલમ 24.01 કરોડ

ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. સેકનલિક.કોમના અહેવાલ અનુસાર બુધવારે આ ફિલ્મે એક જ દિવસમાં હિંદી ભાષામાં 48 લાખ અને તેલુગુમાં 4 લાખના કમાણી કરી હતી. હિન્દી ભાષામાં અત્યાર સુધી કુલ 286.18 કરોડ અને તેલુગુમાં 283.14 કરોડની કમાણી કરી ચુકી છે.