Stree 2 Box Office Collection Day 8: 'સ્ત્રી 2' ની 300 કરોડ ક્લબમાં એન્ટ્રી, 'કલ્કિ 2898 AD' ને પછાડી આગળ નીકળી

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 23 Aug 2024 10:24 AM (IST)Updated: Fri, 23 Aug 2024 10:36 AM (IST)
bollywood-stree-2-box-office-collection-day-8-rajkummar-rao-and-shraddha-kapoor-film-breaks-kalki-2898-ad-record-passed-rs-400-cr-worldwide

Stree 2 Box Office Collection Day 8: કોરોના બાદ લોકો થિયેટરોમાં ક્રેઝ ઓછો થઈ ગયો હતો. પરંતુ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર સ્ટારર ફિલ્મ 'સ્ત્રી 2' ન માત્ર બોક્સ ઓફિસ પણ દર્શકોના દિલમાં પણ છવાઈ ચુકી છે.

'સ્ત્રી 2' એ રિલીઝ થયાના પહેલા અઠવાડિયામાં જ 300 કરોડથી વધારે કમાણી કરી લીધી છે. આ સાથે જ હવે તે વિકએન્ડમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરે તેવી સંભાવના છે.

દિવસ કમાણી (કરોડોમાં)
પ્રથમ દિવસ 64.80 કરોડ
બીજો દિવસ 35.30 કરોડ
ત્રીજો દિવસ 45.70 કરોડ
ચોથો દિવસ 58.20 કરોડ
પાંચમો દિવસ 38.40 કરોડ
છઠ્ઠો દિવસ 26.80 કરોડ
સાતમો દિવસ 20.40 કરોડ
આઠમો દિવસ 18 કરોડ
કુલ 307.60 કરોડ

સેકનિલ્કની રિપોર્ટ અનુસાર સ્ત્રી 2 એ ગુરુવારે 18 કરોડની કમાણી કરી છે. તે સાથે જ તેણે હિન્દી વર્ઝનમાં રિલીઝ થયેલી કલ્કિ 2898 AD ને પણ પાછળ રાખી દીધી છે. કલ્કિ 2898 ADએ 8મા દિવસે 10.10 કરોડની કમાણી કરી હતી. જો કે બધી ભાષાઓ થઈને ફિલ્મે 22 કરોડની કમાણી કરી હતી.