Bhool Bhulaiya 3: 'આશિકી 3' નહીં આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલનનું નામ પણ સામે આવ્યું

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 07 Jan 2024 12:17 PM (IST)Updated: Sun, 07 Jan 2024 12:17 PM (IST)
bollywood-bhool-bhulaiya-3-starcast-reports-claim-that-tripti-dimri-vidya-balan-work-with-kartik-aaryan-in-bhool-bhulaiyaa-3

Bhool Bhulaiya 3: કાર્તિક આર્યન સ્ટારર 'ભૂલ ભુલૈયા 3'ને લઈને રોજ-રોજે નવી માહિતી સામે આવી રહી છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થઈ શકે છે. અગાઉ, આ ફ્રેન્ચાઈઝીના 2 પાર્ટ રિલીઝ થઈ ચૂક્યા છે. ત્યારે ત્રીજા પાર્ટને લઈને ફેન્સ ઘણા જ એક્સાઈટેડ છે. ત્યારે હવે ભૂલ ભુલૈયા 3માં ફીમેલ કાસ્ટને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

ટેલીચક્કરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તૃપ્તિ ડિમરી 'ભૂલ ભુલૈયા 3'ની ફીમેલ લીડ હશે. આ સાથે વિદ્યા બાલનનું નામ પણ સામે આવી રહ્યું છે. વિદ્યા ફિલ્મમાં તબ્બૂ વાળો રોલ પ્લે કરી શકે છે. જો કે, મેકર્સ દ્વારા હાલ ઓફિશિયલ સ્ટેટેમેન્ટ આવવાનું બાકી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મની શૂટિંગ માર્ચમાં શરૂ થવાની છે.

naidunia_image
ફિલ્મ ભૂલ ભુલૈયામાં વિદ્યા બાલન

વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન રૂહ બાબા (Rooh Baba)ના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ તે આ જ રોલ કરતો જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ના એલાન સાથે ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.