Tripti Dimri Dance Video: રણબીર કપૂરની ફ્લ્મિ એનિમલ જ્યારથી રિલીઝ થઈ છે, ત્યારથી ફિલ્મમાં જોયાની ભૂમિકા ભજવનાર તૃપ્તિ ડિમરીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. એનિમલની ભાભી 2ને દર્શકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. ત્યારે હવે અભિનેત્રીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કરીના કપૂરના 'બોલે ચુડિયા' સોંગ પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
હાલમાં જ તૃપ્તિ ડિમરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં વીકેન્ડ નાઈટની કેટલીક ઝલક શેર કરી છે. જેમાં અભિનેત્રીએ રણબીર કપૂરની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'ના સોંગ ઘાઘરા પર ડાન્સ કરતી જોવા મળી. આ સાથે જ તૃપ્તિએ કરીના કપૂરના સોંગ બોલે ચુડિયા પર શાનદાર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, ફિલ્મ એનિમલ રિલીઝ થયા બાદ તૃપ્તિ ડિમરી ફેન્સની મનપસંદ કલાકાર બની ગઈ છે. ફેન્સ તેને નેશનલ ક્રશ કહી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો જોવા મળ્યો છે. હાલ તેને 3.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. આગામી સમયમાં અભિનેત્રી તૃપ્તિ વિકી કૌશલ સાથે ફિલ્મ 'મેરે મેહબૂબ મેરે સનમ'માં જોવા મળશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
