Tripti Dimri Bought Bungalow: વર્ષ 2023માં રિલીઝ થયેલી રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'એનિમલ'માં શાનદાર કામ કરી દર્શકોના દિલોમાં છવાઈ જનારી તૃપ્તિ ડિમરી (Tripti Dimri) ને આજે બધા ઓળખે છે. આ ફિલ્મ પછી અભિનેત્રી ફેન ફોલોઈંગ ખૂબ જ વધારો થયો છે. ફેન્સે તેને નેશનલ ક્રશનો પણ ટેગ આપી દીધો હતો. ત્યારે હવે તૃપ્તિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
માહિતી મળી રહી છે કે, 30 વર્ષીય તૃપ્તિ ડિમરીએ મુંબઈના બાંદ્રા વેસ્ટ એરિયાના કાર્ટર રોડ પર એક વૈભવી બંગલો ખરીદ્યો છે. એચટીના રિપોર્ટ પ્રમાણે, અભિનેત્રીએ આં બંગલો 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ડોક્યૂમેન્ટ્સ પ્રમાણે, તૃપ્તિએ આ પ્રોપર્ટી માટે 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી અને 30 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી આપી છે.
તૃપ્તિનો આ બંગલો ગ્રાઉન્ડ પ્લસ બે માળનો છે. તેનો ટોટલ એરિયા 2,226 સ્કેવર ફૂટ છે અને તેમાં 2,194 સ્કેવર ફૂટનો બિલ્ટ-અપ એરિયા સામેલ છે, તેનો ટ્રાન્ઝેક્શન અને રજિસ્ટ્રેશન 3 જૂનના રોજ થયું છે.
તૃપ્તિ ડિમરીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં અભિનેત્રી કાર્તિક આર્યન સાથે 'ભૂલ ભલૈયા 3'માં જોવા મળશે. આ ફિલ્મ દિવાળીના અવસરે રિલીઝ થવાની છે. આ સિવાય તૃપ્તિ 'બેડ ન્યૂઝ', 'ધડક 2' અને 'વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો'માં પણ જોવા મળવાની છે.
