Saif Ali Khan (સૈફ અલી ખાન)

Created By: Kajal Chauhan
સૈફ અલી ખાન એક જાણીતા ભારતીય એક્ટર, ડાયરેક્ટર અને બોલિવૂડના પ્રખ્યાત પટૌદી ખાનદાનના સભ્ય છે. તેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં લગભગ 3 દાયકાથી વધુનો સમય વિતાવ્યો છે. સૈફ અલી ખાને લગભગ 50 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. ઓમકારા, રેસ અને લવ આજ કલ ફિલ્મોમાં અભિનય માટે તેમના એક્ટિંગની ભારે પ્રશંસા થઈ. 2012માં તેમણે કરીના કપૂર સાથે લગ્ન કર્યા. તેમની પહેલી પત્ની અમૃતા સિંહ હતી.

















