Sunjay Kapoor Funeral: સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થશે Karishma Kapoor, કરીના અને સૈફ અલી ખાન પણ હાજરી આપશે

સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કરિશ્મા અને તેના બંને બાળકો સાથે દિલ્હી જવા રવાના થઈ છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ હાજરી આપશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 19 Jun 2025 01:35 PM (IST)Updated: Sat, 21 Jun 2025 02:38 PM (IST)
sunjay-kapoor-funeral-former-wife-karishma-kapoor-leaves-for-delhi-with-kids-and-kareena-kapoor-saif-ali-khan

Sunjay Kapoor Funeral: આજે દિલ્હીમાં બિઝનેસ ટાયકૂન સંજય કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂર્વ પત્ની અને અભિનેત્રી કરિશ્મા કપૂર પણ તેમને અંતિમ વિદાય આપવા માટે દિલ્હી રવાના થઈ ગઈ છે. કરિશ્મા અને તેના બંને બાળકો સહિત કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર અહેવાલો અનુસાર સંજય કપૂરનું પોલો મેચ રમતી વખતે હાર્ટ એટેકથી નિધન થયું હતું.

સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે કરિશ્મા કપૂર

ઇન્સ્ટાગ્રામ પર કરિશ્મા કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સફેદ કપડાંમાં જોવા મળી રહી છે. અભિનેત્રી સાથે તેના બે બાળકો સમાયરા અને કિયાન પણ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કરિશ્મા તેની કારમાંથી નીચે ઉતરીને એરપોર્ટની અંદર જઈ રહી છે.

જ્યારે બીજા એક વીડિયોમાં કરીના કપૂર પણ સૈફ અલી ખાન સાથે જોવા મળી રહી છે. તેઓ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે. તેમના અંતિમ સંસ્કાર 19 જૂને સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. 22 જૂને તેમની યાદમાં દિલ્હીના તાજ પેલેસ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.