Soha Ali Khan News: બોલીવુડમાં એવી ઘણી ફિલ્મી ફેમિલીઓ છે, જેમની ઘણી પેઢીઓ એક્ટિંગની દુનિયામાં સક્રિય રહી છે. આમાં એક એવી જ 46 વર્ષીય અભિનેત્રીની વાત થઈ રહી છે, જેની માતા એક મોટી સ્ટાર રહી છે અને તેના ભાઈ તથા પતિ પણ બોલીવુડમાં છે. જોકે તેણે પોતાના કરિયરમાં ધારેલી સફળતા હાંસલ કરી નથી. આ અભિનેત્રી છે સોહા અલી ખાન...
સોહા અલી ખાને વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'દિલ માંગે મોર' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે શાહિદ કપૂર, આયેશા ટાકિયા અને ટ્યૂલિપ જોશી પણ હતા. રસપ્રદ વાત એ છે કે સોહા અલી ખાનને આ ફિલ્મમાં હિરોઈનનો એટલે કે આયેશા ટાકિયાવાળો લીડ રોલ ઓફર થયો હતો, પરંતુ તેણે તે રોલ છોડી દીધો.
કેમ ઠુકરાવ્યો હિરોઈનનો રોલ
સોહા અલી ખાને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાના જીવન, યાત્રા અને પરિવાર વિશે વાત કરી હતી, ત્યારે તેમણે પોતાની પહેલી ફિલ્મ અંગે પણ ખુલાસો કર્યો હતો. તેમણે 'દિલ માંગે મોર'માં લીડ રોલને બદલે નેહાનું સાઇડ પાત્ર પસંદ કર્યું, કારણ કે તે પાત્ર સાથે પોતાને જોડી શકી ન હતી. જોકે, પાછળથી તેમને અહેસાસ થયો કે તેણે હિરોઈનનો રોલ છોડવો ન જોઈતો હતો. અભિનેત્રીના કહેવા મુજબ તે સમયે તેને સમજાયું નહોતું, બસ જે રોલ સાથે તે કનેક્ટેડ ફીલ કરતી હતી, તે જ રોલ કરતી હતી.
પહેલી ફિલ્મ માટે કેટલી ફી મળી
'દિલ માંગે મોર'માં સાઇડ રોલ કરવા બદલ સોહા અલી ખાનને 10 લાખ રૂપિયા ફી મળી હતી. તે સમયે એક નવા કલાકાર માટે આ રકમ ઘણી મોટી ગણાતી હતી. જોકે બાદમાં તેમને લાગ્યું કે લીડ રોલ એટલે કે હિરોઈન બનવાની ના પાડવી જોઈતી ન હતી. તેમ છતાં તેણે જે રોલ કર્યો હતો તેનાથી તે ખુશ હતી અને કહ્યું કે કરિયરની શરૂઆત હોવાથી તેને તેમાંથી ઘણું શીખવા મળ્યું.
સોહા અલી ખાન નેટવર્થ
સોહા અલી ખાન તાજેતરમાં જ હોરર ફિલ્મ 'છોરી 2' માં નેગેટિવ રોલમાં જોવા મળી હતી. તે પહેલાં તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2018માં આવેલી 'સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3' હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના ભાઈ સૈફ અલી ખાનની સંપત્તિ 1300 કરોડ રૂપિયા છે, જ્યારે સોહા અલી ખાનની નેટવર્થ 166 કરોડ રૂપિયા આસપાસ છે.